શક્તિપીઠ અંબાજીમાં પ્રથમ નોરતે ઉમટ્યા માઈ ભક્તો, મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ કર્યા મંગળા આરતીના દર્શન- Video

|

Oct 03, 2024 | 8:05 PM

બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં આજે નવરાત્રીના પ્રથમ દિવસે હજારો માઈભક્તોએ મા ના દર્શન કર્યા. પ્રથમ નોરતાએ મોટા સંથ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા અને માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો.

નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. જપ, તપ અને ઉત્સવનો પર્વ. માની આરાધનાનો પર્વ. નવરાત્રી દરમિયાન અનેક માઈભક્તો અનુષ્ઠાન કરે છે અને માતાની ભક્તિમાં લીન થઈ છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજીમાં પણ જાણે માઈભક્તોનું ઘોડાપૂર મા ના દર્શન માટે ઉમટી પડે છે. આજે પ્રથમ દિવસે પણ હજારો માઈ ભક્તો માના દર્શન માટે આવ્યા. મોટી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો ભાવિકોએ મા અંબેની મંગળા આરતીના દર્શનનો પણ લાભ લીધો.

ઘટસ્થાપનના અવસરે ભક્તો માતાની જ્યોત લઈ જાય છે અને નવરાત્રીમાં આ જ્યોતનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરે છે. અંબાજીમાં નવરાત્રીના તહેવાર દરમિયાન લાખો માઈ ભક્તો માના ચરણોમાં શિષ નમાવવા આવે છે. આ દરમિયાન સમગ્ર મંદિર જય અંબેના નાદથી ગૂંજે ઉઠે છે. અંબાજીમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોનો ધસારો જોવા મળે છે. જ્યારે નવરાત્રી દરમિયાન તો જાણે માનવ મહેરામણનો ઘુઘવતો સાગર જોવા મળે છે. માની આરાધના માટે આવતા માઈ ભક્તો ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવે છે. બોલ માડી અંબે જય અંબેના નાદ નવરાત્રી દરમિયાન અહીં અવિરત ગૂંજતા જ રહે છે. આ માની ભક્તિ જ છે જે દૂર દૂરથી ભક્તોને અહીં ખેંચી લાવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:03 pm, Thu, 3 October 24

Next Video