Bhavnagar Video : મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી, મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની 6 મહિલા આરોપીની ધરપકડ

Bhavnagar Video : મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી, મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની 6 મહિલા આરોપીની ધરપકડ

| Edited By: | Updated on: May 25, 2024 | 4:33 PM

દેશમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા વધી રહ્યા છે.જેની સામે પોલીસ પણ સતત કાર્યવાહી કરી રહી છે.ત્યારે ભાવનગરની મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરી છે.પોલીસે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની 6 મહિલાઓની ધરપકડ કરી છે. જેઓ લગ્નની લાલચ આપીને લોકો સાથે લાખોની છેતરપિંડી કરતા હતા.

આપને જણાવી દઇએ કે મહુવાના એક વ્યકિતએ 2 મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આ લૂંટેરી દુલ્હન ગેંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ગેંગે શીલા નામની યુવતી સાથે ઓળખાણ કરાવી અને ફરિયાદીને લગ્નની લાલચ આપી હતી.જે બાદ શીલા નામની યુવતી ફરિયાદીના ભાઇના ઘરે 3 દિવસ રહી હતી. 1 લાખ 41 હજારની રોકડ સાથે દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. હવે સમગ્ર મામલે પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો