મહીસાગર: તહેવારને પગલે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સતર્ક, ખાદ્ય પદાર્થોના 26 નમુના તપાસ અર્થે મોકલાયા
મહીસાગરમાં 47 એકમોમાંથી 26 નમુના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ઘી, બેશન અને મીઠાઈના નમુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો 65 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરીમાં મિઠાઈના માવો, ચટણી, બળેલા તેલની તપાસ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ભેળસેળયુક્ત ખાધ પદાર્થો ઝડપાવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ના થાય તેને ધ્યાને લઈને મહીસાગરમાં પણ તહેવારને પગલે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો મહીસાગર : લુણાવાડામાં જળભવન બને તે પહેલા જ પાયા તોડવામાં આવ્યા, જુઓ વીડિયો
મહીસાગરમાં 47 એકમોમાંથી 26 નમુના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ઘી, બેશન અને મીઠાઈના નમુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો 65 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરીમાં મિઠાઈના માવો, ચટણી, બળેલા તેલની તપાસ કરવામાં આવી છે.
Published on: Nov 08, 2023 06:24 PM
Latest Videos