હવે મોંઘા સિલિન્ડરને કાયમ માટે કહો ‘ગુડબાય’, મફતમાં રસોઈ સાથે ખેતીમાં પણ થશે લાખોની કમાણી!
જ્યારે આખું વિશ્વ યુદ્ધ અને ઈંધણના વધતા ભાવથી પરેશાન છે, ત્યારે મહિસાગર જિલ્લાના પશુપાલકોએ આત્મનિર્ભરતાનો નવો રાહ ચીંધ્યો છે. ધુમાડાથી મુક્તિ અને પ્રાકૃતિક ખેતી માટે આ યોજના ગ્રામીણ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ યોજના.
મહિસાગર જિલ્લાના લુણાવાડા અને કોલવણ સહિતના 49 ગામોમાં અત્યારે ‘ગોબરધન ક્રાંતિ’ જોવા મળી રહી છે. નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ હેઠળ પશુપાલકોએ પોતાના ઘરે જ બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા છે. પહેલા જે બહેનો લાકડાના ધુમાડામાં રસોઈ કરવા મજબૂર હતી અને સ્વાસ્થ્યની સમસ્યાઓ ભોગવતી હતી, તેઓ હવે આધુનિક અને પ્રદૂષણ મુક્ત બાયોગેસથી રસોઈ કરી રહી છે.
આ પ્લાન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે ગેસના ઉત્પાદન બાદ નીકળતા અવશેષોનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાવાળા જૈવિક ખાતર તરીકે થાય છે, જેનાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આમ, એક તરફ રસોઈ ગેસનો ખર્ચ શૂન્ય થયો છે અને બીજી તરફ રાસાયણિક ખાતરનો ખર્ચ બચી રહ્યો છે. ગ્રામજનો આ આર્થિક પગભરતા માટે સરકારનો આભાર માની રહ્યા છે અને વધુ ને વધુ લોકોને આ ઉર્જા ક્રાંતિમાં જોડાવા અપીલ કરી રહ્યા છે.
(ઈનપુટ ક્રેડિટ: આશિષ ઠાકર)
ઈંધણની જંગમાં ભૂલાયું જીવનરક્ષક ગેસ, શું ભારત ‘મેડિકલ ઈમરજન્સી’ તરફ…
Follow Us