Breaking News :મહિસાગર પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું, અકસ્માતની તપાસ કરતા કેફીન પદાર્થ સહિત 4 જીવતા કારતૂસ ઝડપાયા, જુઓ Video

Breaking News :મહિસાગર પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું, અકસ્માતની તપાસ કરતા કેફીન પદાર્થ સહિત 4 જીવતા કારતૂસ ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 26, 2025 | 2:31 PM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગરના અકસ્માતની તપાસમાં કેફીપદાર્થ મળી આવ્યો છે. પોલીસને અકસ્માતની તપાસમાં સ્કોર્પિયો કારમાંથી પોષડોડા, પિસ્તોલ અને 4 કારતૂસ ઝડપાયા છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે મહીસાગરના અકસ્માતની તપાસમાં કેફીપદાર્થ મળી આવ્યો છે. પોલીસને અકસ્માતની તપાસમાં સ્કોર્પિયો કારમાંથી પોષડોડા, પિસ્તોલ અને 4 કારતૂસ ઝડપાયા છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર લુણાવાડાના નામનાર ગામે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 4 જીવતા કારતૂસ 258.6 કિલો પોષડોડા મળી આવતા ચકચાર મચ્યો હતો. પોલીસે 38 લાખની કિંમતના પોષડોડા, દેશી તમંચો અને કારતૂસ જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.

258.6 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો

મહિસાગર પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોય તેવો સર્જાયો. લુણાવાડાના નામનાર ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેની તપાસ કરતાં પોલીસને લાખોની કિંમતનો કેફીપદાર્થ મળી આવ્યો. અકસ્માતનો ભોગ બનેલી સ્કોર્પિયો કારમાંથી 258.6 કિલો પોષડોડા, દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ મળી આવતા ચકચાર મચી છે. કારમાંથી મધ્ય પ્રદેશ પાસિંગની નંબર પ્લેટ પણ મળી આવી. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો