Mahisagar Breaking News: મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ, અત્યાર સુધી 31 આરોપી ઝડપાયા

| Edited By: | Updated on: May 23, 2026 | 12:45 PM

મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. તાજેતરની કાર્યવાહીમાં વાળીનાથ ગામના કોન્ટ્રાકટર કમ સરપંચ તેમજ સિગ્નલી ગામના સરપંચના પતિ બાબુસિંહ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ કૌભાંડ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. તાજેતરની કાર્યવાહીમાં વાળીનાથ ગામના કોન્ટ્રાકટર કમ સરપંચ તેમજ સિગ્નલી ગામના મહિલા સરપંચના પતિ બાબુસિંહ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે.

મોટી આર્થિક ગેરરીતિના આરોપો

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સિગ્નલી ગામના મહિલા સરપંચના પતિએ પાણી સમિતિના ખાતામાંથી અંદાજે 35.85 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. બીજી તરફ કોન્ટ્રાકટર કમ સરપંચ સામે પણ મોટી આર્થિક ગેરરીતિના આરોપો છે અને તેની પાસેથી અંદાજે 1.11 કરોડ રૂપિયાની વસૂલાત બાકી હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કૌભાંડમાં ગામ સ્તરે પાણી સમિતિઓ બનાવીને નાણાંના દુરુપયોગ અને ગેરવહીવટના આક્ષેપો થયા છે. તપાસ એજન્સીઓ હવે નાણાકીય વ્યવહારો અને સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસી રહી છે.

કુલ 31 લોકોની ધરપકડ થઈ ચૂકી છે

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ચિંતા બંનેનો માહોલ છે. તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા એક સરપંચ ભાજપ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો પણ સામે આવ્યો છે.

કૌભાંડમાં સતત થઈ રહેલી કાર્યવાહી બાદ પાણી સમિતિ મારફતે કામકાજ કરનારા અન્ય જવાબદારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. CID દ્વારા આગળની તપાસ ચાલુ છે.

Breaking News : ભરૂચવાસીઓ સાવધાન! આગામી 22 દિવસ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે, જાણો કારણ

Follow Us