AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચવાસીઓ સાવધાન! આગામી 22 દિવસ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે, જાણો કારણ

ભરૂચ : ભરૂચવાસીઓએ પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે.  શહેરના નાગરિકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી ૨૪ મે થી ૧૫ જૂન સુધી શહેરીજનોએ પાણીકાપનો સામનો કરવો પડશે.

Breaking News : ભરૂચવાસીઓ સાવધાન! આગામી 22 દિવસ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે, જાણો કારણ
Ankit Modi
| Edited By: | Updated on: May 23, 2026 | 11:41 AM
Share

ભરૂચ : ભરૂચવાસીઓએ પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે.  શહેરના નાગરિકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી ૨૪ મે થી ૧૫ જૂન સુધી શહેરીજનોએ પાણીકાપનો સામનો કરવો પડશે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાંચ કેનાલમાં જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.

વૈકલ્પિક પાણી વિતરણ વ્યવસ્થા કરાશે

નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન માતરિયા તળાવના સંચિત પાણી તેમજ ટ્યુબવેલના પાણી મારફતે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સમયબદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે. ૧૫ જૂન બાદ કેનાલમાં પાણી છોડાતા જ પુરવઠો પૂર્વવત થઈ જશે.

ભરૂચ નગરપાલિકા પાણી વિતરણ સમયપત્રક

જળ સંકટ પહેલાં સજ્જ બનાવ પાલિકાની અપીલ

ભરૂચમાં આગામી 22 દિવસ સુધી મર્યાદિત પાણી પુરવઠો રહેવાની જાહેરાત બાદ શહેરજનોમાં ચિંતા ફેલાઈ છે. મે-જૂનની આકરી ગરમી વચ્ચે પાણીની અછત રોજિંદા જીવન પર સીધી અસર કરશે. રાંધવા, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ઘરગથ્થુ સફાઈ જેવા જરૂરી કાર્યોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ગરમીના દિવસોમાં સામાન્ય રીતે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી આ સમયગાળો નાગરિકો માટે વધુ પડકારજનક બની શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને વધુ તકલીફ સહન કરવી પડી શકે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સમયપત્રક મુજબ જ પાણી મળવાને કારણે લોકોને સમયસર પાણીનો સંગ્રહ કરવો પડશે નહીં તો દિવસભર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નગરપાલિકાએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બગાડ ટાળવા અપીલ કરી છે. જો યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો પાણી સંકટ વધુ ગંભીર બની શકે છે અને સામાન્ય જનજીવન પર તેની મોટી અસર પડી શકે છે. હાલથી જ શહેરમાં પાણીની તંગીને લઈને ચિંતા જોવા મળી રહી છે અને આગામી 22 દિવસ ભરૂચવાસીઓ માટે કસોટી સમાન સાબિત થઈ શકે છે.

નાગરિકોએ શું કરવું?

પાલિકાએ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પૂર્વ તૈયારી રાખવા બગાડ અટકાવવા સૂચના આપી છે:

  • સંગ્રહ: જાહેર કરેલા સમયપત્રક મુજબ પાણીનો વહેલો અને પૂરતો સંગ્રહ કરી લો.
  • પાણીનો પુનઃઉપયોગ : શાકભાજી ધોવામાં કે RO ફિલ્ટરમાંથી નીકળતા વેસ્ટ પાણીનો ઉપયોગ પોતું મારવા, ફ્લશિંગ કરવા કે છોડવાઓમાં નાખવા માટે કરો.
  • બગાડ અટકાવો: બ્રશ કે સેવિંગ કરતી વખતે નળ ચાલુ ન રાખવો. આ દિવસો દરમિયાન વાહનો ધોવા કે આંગણામાં પાણી છાંટવાનું બિલકુલ ટાળો.

ભરૂચ નગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, પાણીનો બગાડ કર્યા વિના જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરે જેથી તમામ વિસ્તારોમાં છેવાડાના ઘર સુધી સુચારૂ રીતે પાણી પહોંચાડી શકાય.

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">