Kutch : અંજારમાં 40 લાખ રુપિયા લઈને જતા વેપારી લૂંટાયા, 4 લૂંટારુ બેગ લઈ ફરાર, CCTVમાં કેદ થઇ ઘટના

|

Jun 07, 2024 | 2:02 PM

રાજ્યમાં અવારનવાર લુંટની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એકવાર કચ્છના અંજારમાં લાખોની લુંટની ઘટના સામે આવી છે. મહાવીર ડેવલોપર્સ નામની પેઢીમાં અંદાજે 40 લાખ રોકડની લૂંટ થયાની આશંકા છે. રોકડ લઈને જતા સમયે વેપારી અને પેઢીનો કર્મચારી લૂંટાયા છે.

ગુજરાતમાં મારામારી, ચોરી,લૂંટ સહિતની ગુનાખોરીની ઘટનામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. એટલુ જ નહી નશાકારક પદાર્થ પણ અનેક વાર ઝડપાતા હોય છે.  ત્યારે ફરી એકવાર કચ્છના અંજારમાં લાખોની લૂંટની ઘટના સામે આવી છે. લૂંટારુએ ફરી એક વાર મોટી રકમની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. અંજાર ખાતે આવેલા  મહાવીર ડેવલોપર્સ નામની પેઢીના અંદાજે 40 લાખ રોકડની લૂંટ થયાની આશંકા છે. રોકડ લઈને જતા સમયે વેપારી અને પેઢીનો કર્મચારી લૂંટાયા છે.

2 બાઇક પર આવેલા 4 લૂંટારૂઓ રોકડ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટરુપે જોવા મળે છે કે લૂંટારુએ કેવી રીતે બાઈક સવાર પાસે રહેલી બેગ લૂંટીને ફરાર થઈ જાય છે. જો કે પોલીસેને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

કચ્છમાંથી ઝડપાયો હતો 130 કરોડનો કોકેન

આ અગાઉ કચ્છના ગાંધીધામ નજીકથી કોકેનનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના બની હતી. ગુજરાત ATSએ રૂ.130 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કંડલા પોર્ટ નજીક ઝાડીમાંથી બિનવારસી હાલતમાં કોકેનનો જથ્થો મળી આવ્યો હતો. કોકેનના 13 પેકેટ ગુજરાત ATSએ જપ્ત કર્યા. કોકેન ક્યાંથી આવ્યું અને કોણે ફેંક્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video