Ahmedabad Video : વધુ એક નબીરાએ મોડીરાત્રે સર્જયો અકસ્માત, નશામાં ધૂત કારચાલકે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું
નાઇટ પેટ્રોલિંગ વચ્ચે વધુ એક કારચાલકનું મહાકારસ્તાન સામે આવ્યુ છે. BMWના કારચાલકે દારૂના નશામાં અકસ્માત (Accident) સર્જયો છે. BMWના કારચાલકે બેફામ રીતે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી કાર ચલાવી હતી.
Ahmedabad : અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગના (Night patrol) નામે ચાલી રહેલા દેખાડાનો પર્દાફાશ થયો છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી ઘટના સામે આવી છે. નાઇટ પેટ્રોલિંગ વચ્ચે વધુ એક કારચાલકનું મહાકારસ્તાન સામે આવ્યુ છે. BMWના કારચાલકે દારૂના નશામાં અકસ્માત (Accident) સર્જયો છે. BMWના કારચાલકે બેફામ રીતે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી કાર ચલાવી હતી. નશામાં ધૂત કારચાલકે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતુ.
આ પણ વાંચો-Gujarati Video : જૂનાગઢના કડિયાવાડમાં બિલ્ડીંગ ધરાશાયી થવાનો મુદ્દો મકાન માલિક સામે નોંધાઈ ફરિયાદ
જે પછી સેટેલાઈટ પોલીસે પીછો કરીને કારચાલકને માણેકબાગથી ઝડપી લીધો હતો. રાત્રી દરમિયાન અવરજવર ઓછી હોવાના કારણે જાનહાની ટળી છે. પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં નશાની હાલતમાં યુવક કાર ચલાવતો હતો. સેટેલાઈટ પોલીસે યુવકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ
Breaking News : સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
