Gujarati Video : જૂનાગઢના કડિયાવાડમાં બિલ્ડીંગ ધરાશાયી થવાનો મુદ્દો મકાન માલિક સામે નોંધાઈ ફરિયાદ
જૂનાગઢના કડિયાવાડમાં બિલ્ડીંગ ધરાશાયી થયેલો કાટમાળ રીક્ષા પર પડતા બે બાળક સહિત પિતાનું મોત થયું હતુ. ઈમારત ધરાશાયીની ઘટનાના મુદ્દે મકાન માલિક સામે ફરિયાદ નોંધાઈ છે.
Junagadh : થોડા દિવસ પહેલા જુનાગઢમાં ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં કુલ 4 લોકોના મોત થયા હતા. જેમાં બે બાળકો અને 2 પુરુષના મોત થયા હતા. આ દુર્ઘટનામાં રીક્ષામાં બેસીને એક પરિવાર શાકભાજી લેવા જઈ રહ્યો હતો. તે સમય ધરાશાયી થયેલી ઈમારતનો કાટમાળ રીક્ષા પર પડતા બે બાળક સહિત પિતાનું મોત થયું હતુ.
આ પણ વાંચો : Junagadh: ટીંબાવાડી સોસાયટીના લોકોની કફોડી સ્થિતિ, હજુ નથી ઓસર્યા પૂરના પાણી- જુઓ Video
ઈમારત ધરાશાયીની ઘટનાના મુદ્દે મકાન માલિક સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. જુનાગઢમાં જર્જરિત બિલ્ડીંગને ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ સૂચનાની અમલવારી ન કરતા દુર્ઘટના ઘટી હતી.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos