Mahisagar : લુણાવાડા નગર પાલિકામાં ટાઇમર સ્વિચ કૌભાંડ બાદ સ્વિમિંગ પુલ કૌભાંડ, ભાજપના પ્રમુખ પર લાગ્યા આરોપ, જુઓ Video

Mahisagar : લુણાવાડા નગર પાલિકામાં ટાઇમર સ્વિચ કૌભાંડ બાદ સ્વિમિંગ પુલ કૌભાંડ, ભાજપના પ્રમુખ પર લાગ્યા આરોપ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 01, 2025 | 2:41 PM

LED અને ટાઇમર સ્વિચ કૌભાંડ બાદ લુણાવાડા નગર પાલિકામાં આજકાલ સ્વિમિંગ પુલ કૌભાંડનું ભૂત ધૂણી રહ્યું છે. પાલિકાના ભાજપના જ શાસકોએ ભાજપના જ પ્રમુખ પર કૌભાંડમાં હાથ કાળા કરવાનો આરોપ લગાવ્યો છે.

LED અને ટાઇમર સ્વિચ કૌભાંડ બાદ લુણાવાડા નગર પાલિકામાં આજકાલ સ્વિમિંગ પુલ કૌભાંડનું ભૂત ધૂણી રહ્યું છે. પાલિકાના ભાજપના જ શાસકોએ ભાજપના જ પ્રમુખ પર કૌભાંડમાં હાથ કાળા કરવાનો આરોપ લગાવ્યો છે. પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને પ્રમુખ સામે કૌભાંડ આચરીને ખિસ્સા ગરમ કરવાનો આરોપ લગાવ્યો છે. પાલિકાના ભાજપના 11 સભ્યોએ તો પોતાની જ પાર્ટીના પ્રમુખ સામે રીતસર મોરચો માંડી દીધો છે.

ભાજપના સભ્યોનો આરોપ છે કે પાલિકા પ્રમુખે સ્વિમિંગ પુલનું કામ અધૂરૂ છે અને સત્તાધીશોએ રૂપિયા 41 લાખની ચૂકવણી કરીને કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો કરાવ્યો છે. એટલું જ નહીં સ્વિમિંગ પુલના બાંધકામમાં પણ ગોબાચારી કરીને રૂપિયા દોઢ કરોડના કૌભાંડને અંજામ મળ્યાનો આરોપ લાગ્યો છે. લુણાવાડા પાલિકાના ઉપપ્રમુખે પોતાની જ પાર્ટીના પ્રમુખને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો.

ભાજપના પ્રમુખ પર લાગ્યા આરોપ

એક તરફ છાશવારે કૌભાંડની હારમાળા, બીજી તરફ પોતાની જ પાર્ટીના સભ્યોના સણસણતા આરોપ બાદ પાલિકા પ્રમુખ કીર્તિ પેટલ ભેરવાયા છે. જોકે TV9ની ટીમે જ્યારે પ્રમુખને આ મામલે પૂછ્યું તો તેઓએ પોતાના પરના તમામ આરોપો ફગાવ્યા અને પ્રમુખ બનવાના અભરખા ન સંતોષાતા કેટલાક લોકો હવનમાં હાડકા નાખતા હોવાનો આરોપ લગાવ્યો છે.

પહેલા LED કૌભાંડ, ત્યારબાદ ટાઇમર સ્વિચ કૌભાંડ, અને હવે સ્વિમિગ પૂલ કૌભાંડને લઇને લુણાવાડા પાલિકાનું રાજકારણ ગરમાયું છે. જોકે ભાજપના પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ બાયો ચડાવતા હવે પાલિકામાં નવા જૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સ્વિમિંગ પુલ કૌભાંડમાં કોણ ડૂબે છે અને કોણ તરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો