બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં લમ્પી વાયરસનો કહેર, અમીરગઢ અને ખોડા બોર્ડર કરાઈ સીલ

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં (Dhanera Taluka)  સૌથી વધુ 100 કેસ નોંધાયા છે.હાલ કેસ વધતા જિલ્લાના 14 તાલુકામાં પશુપાલન વિભાગની 14 ટીમો કાર્યરત છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 23, 2022 | 12:56 PM

સમગ્ર ગુજરાતમાં (gujarat)  લમ્પી વાયરસનો (Lumy virus) કહેર જોવા મળી રહ્યો છે.ત્યારે બનાસકાંઠામાં (Banaskantha) 150થી વધુ પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતુ થયુ છે.લમ્પી વાયરસના (lumpy virus) સંકટને જોતા અમીરગઢ અને ખોડા બોર્ડર સીલ કરવામાં આવી છે.મહત્વનું છે કે, રાજસ્થાનથી (rajsthan) આવતા પશુઓની નોંધણી કરી તપાસ કરવામાં આવશે.તમને જણાવી દઈએ કે,બનાસકાંઠામાં વાવ, થરાદ બાદ દિયોદર, સુઈગામ તાલુકાના પશુઓમાં (Cattle) પણ લમ્પી વાયરસે ભરડો લીધો છે.

ધાનેરા તાલુકામાં સૌથી વધુ 100 કેસ નોંધાયા

જેમાં ધાનેરા તાલુકામાં (Dhanera Taluka)  સૌથી વધુ 100 કેસ નોંધાયા છે.હાલ કેસ વધતા જિલ્લાના 14 તાલુકામાં પશુપાલન વિભાગની 14 ટીમો કાર્યરત છે.સાથે જ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓનો સર્વેની (Survey) કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

લમ્પી વાયરસને લઈ DDOની અધિકારી સાથે બેઠક

બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકામાં 223 પશુઓને વાયરસની અસર થતા તંત્ર દોડતુ થયુ છે.હાલ વધતા સંક્રમણને પગલે DDO એ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણ દેખાય તો ક્વોરંનટાઈન કરવાની સલાહ આપવામાં આવી છે.પશુઓમાં જો લક્ષણ દેખાય તો 1962 હેલ્પલાઇન નંબર પર અને વેટેરનરી દવાખાનામાં સંપર્ક કરવાની ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.સાથે જ નાગરવેલનું પાન, કાળા મરચા અને મીઠાનો ઉકાળો પશુઓને સલાહ આપવામાં આવી છે.ઉપરાંત અમીરગઢ અને ખોડા બોર્ડર પર પશુપાલનની ટીમની તપાસ કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર રોગિષ્ટ પશુને (Cattle) સૌ પ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું,યોગ્ય દવાઓ દ્રારા માખી , મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો જરૂરી છે.અસરગ્રસ્ત વિસ્તારના નિરોગી પશુઓમાં ફેલાવો અટકાવવા રસીકરણ કરવું જરૂરી છે.જે માટે પશુપાલકો પણ સહકાર આપે તે જરૂરી છે. પશુઓમાં આ રોગના ચિન્હો દેખાય તો 1962 એનિમલ હેલ્પ લાઈન અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલન વિભાગ (Department of Animal Husbandry)દ્વારા જણાવાયુ છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati