પાલનપુરમાં હોટલ માલિકની અતૂટ આસ્થા, 4 મહિના પહેલાં ખોવાયેલો ડોગ પરત મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ કરી

| Edited By: | Updated on: Aug 03, 2026 | 8:50 PM

પાલનપુરના હોટલ માલિકનો પ્રિય લેબ્રાડોર ડોગ ખોવાઈ જતાં તેમણે અંબાજી માતાજીની માનતા રાખી હતી. ચાર મહિને ડોગ પરત મળતાં તેમણે સ્ટાફ અને ડોગ સાથે પગપાળા યાત્રા શરૂ કરી છે.

પાલનપુરના એક હોટલ માલિકની અંબાજી માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ચાર મહિના પહેલાં તેમનો પ્રિય લેબ્રાડોર જાતિનો પાલતુ શ્વાન ખોવાઈ ગયો હતો. ઘણી શોધખોળ છતાં કોઈ પત્તો ન મળતાં ઉદાસ થયેલા માલિકે માનતા રાખી હતી કે જો શ્વાન સહીસલામત મળી જશે, તો તેઓ પાલનપુરથી અંબાજી સુધીની પગપાળા યાત્રા કરશે.

માતાજીની કૃપાથી ચાર મહિના બાદ આખરે તેમનો પ્રિય શ્વાન પરત મળી આવ્યો હતો. આ ખુશીમાં વિલંબ કર્યા વગર હોટલ માલિકે પોતાની હોટલના સ્ટાફ અને શ્વાન સાથે પાલનપુરથી અંબાજી ધામ તરફ પગપાળા પ્રયાણ કર્યું હતું.

યાત્રા દરમિયાન પદયાત્રીઓ અને સ્ટાફમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. રસ્તામાં ગરબા ગાઈને અને માતાજીની આરાધના કરતા-કરતા આ ભક્ત પોતાના પાલતુ શ્વાન સાથે અંબાજી માતાજીના દર્શન કરવા રવાના થયા છે.

1.0-લીટર ટર્બો એન્જિનવાળી SUV ખરીદવાનો છે પ્લાન ? તો આ 5 ઓપ્શન તમારા માટે બેસ્ટ, જુઓ નામ અને કિંમત

Follow Us
Loading...
Unable to load recommendations.