Vadodara: કોટના બીચ પર ન્હાવા ગયેલા પારુલ યુનિવર્સિટીના 3 વિદ્યાર્થી તણાયા, જુઓ Video

|

Feb 26, 2024 | 11:10 AM

પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા, જ્યાં ન્હાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓની અચાનક જ બૂમો સંભળાવા લાગી હતી.વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. સ્થાનિક લોકોને ઘટનાનો અંદાજ આવી ગયો હતો. જેથી તાત્કાલિક તે લોકોએ વિદ્યાર્થીઓને નદીમાંથી બહાર કાઢ્યા હતા.

વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ વડોદરા પાસેના કોટના બીચ પર ફરવા ગયા હતા. જે પૈકીના ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા પડ્યા હતા. જો કે આ વિદ્યાર્થીઓ અચાનક જ તણાવા લાગ્યા હતા. જો કે સ્થાનિક લોકોએ તાત્કાલિક તે લોકોને બચાવી લીધા હતા.

પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા, જ્યાં ન્હાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓની અચાનક જ બૂમો સંભળાવા લાગી હતી. વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. સ્થાનિક લોકોને ઘટનાનો અંદાજ આવી ગયો હતો. જેથી તાત્કાલિક તે લોકોએ વિદ્યાર્થીઓને નદીમાંથી બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો- Weather Update : ગુજરાતમાં શરુ થયો ઠંડીનો વધુ એક રાઉન્ડ, 8 શહેરોમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયુ

ગામ લોકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢીને તેમને CPR આપ્યો હતો અને તેમના પેટમાં ભરાયેલુ પાણી બહાર પણ કાઢ્યુ હતુ.જેના પગલે વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. જે પછી વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video