Aravalli : શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખોનો દારૂનો જથ્થો, જુઓ Video

Aravalli : શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખોનો દારૂનો જથ્થો, જુઓ Video

| Edited By: | Updated on: Apr 11, 2025 | 3:00 PM

ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર અરવલ્લીના શામળાજી બોર્ડર પર દારુ જથ્થો ઝડપાયો છે. શામળાજી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી 16.69 લાખની કિંમતના દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે ફરી એક વાર અરવલ્લીના શામળાજી બોર્ડર પર દારુ જથ્થો ઝડપાયો છે. શામળાજી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અણસોલ ચેકપોસ્ટ પર ટ્રકમાંથી 16.69 લાખની કિંમતના દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રકના કન્ટેનરમાં ખાસ ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરાઈ રહી હતી. તપાસ કરતાં દારુની 11 હજાર 664 નંગ બોટલ મળી આવી હતી. શામળાજી પોલીસ ચેકિંગ દરમિયાન દારુ સાથે એકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાંથી ઝડપાયો હતો દારુ !

બીજી તરફ આ અગાઉ સુરતમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. સુરતના જહાંગીરપુરા પોલીસની પેટ્રોલિંગ દરમ્યાન કારમાંથી દારૂ ઝડપાયો છે. કારમાં જુદી-જુદી જગ્યાએ ચોરખાનું બનાવી દારુ છૂપાવ્યો હતો. લાખોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરી હતી. દારૂની બોટલો સહિત 1 લાખ 29 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લવાયો તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો