AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજુલાના વાવેરા ગામે સિંહણે બે વ્યક્તિ પર કર્યો હુમલો, સ્થાનિકોમાં ફફડાટ, વનવિભાગ થયુ દોડતુ- વીડિયો

અમરેલીના રાજુલા પંથકમાં અવારનવાર સિંહો માનવ વસાહતો સુધી આવી ચડે છે જો કે ભાગ્યે જ તેઓ કોઈ માણસને નુકસાન પહોંચાડે છે. ગીરના સિંહોને કોઈ છેડે નહીં તો તેઓ વિના કારણ કોઈ પર હુમલા કરતા નથી. પરંતુ વાવેરા ગામે એક સિંહણે બે વ્યક્તિ પર હુમલો કરી દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2024 | 5:37 PM
Share

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહો અવારનવાર માનવ વસાહતમાં આવી જાય છે. સિંહ માનવભક્ષી ન હોવાથી ભાગ્યે જ તેઓ કોઈ માણસને ઈજા પહોંચાડે છે. જ્યાં સુધી સિંહને કોઈ છેડે નહીં તો તેઓ વિના કારણ કોઈ પર હુમલો કરતા નથી. પરંતુ રાજુલાના વાવેરા ગામે એક સિંહણે બે વ્યક્તિ પર હુમલો કરી દીધો. જેમા બંને વ્યક્તિને ભારે ઈજા પહોંચી છે અને હાલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સિંહણના હુમલાની ઘટનાની ખબર વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ અને લોકોમાં ફફડાય ફેલાયો છે.

શુક્રવારે વહેલી સવારે સિંહણે બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓનુ કહેવુ છે કે સિંહણ લોકોને જોઈને જ ભડકી રહી છે. સિંહણના હુમલાનો ભોગ બનેલા બંને લોકો ગંભીર રીતે ઈજા પામ્યા છે. સ્થાનિકોએ ઘટનાની જાણ વનવિભાગને કરતા વનવિભાગે સિંહણનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી છે. વન વિભાગનું કહેવુ છે કે સિંહણ કદાચ તેનું માનસિક સંતુલન ગુમાવી ચુકી છે.

આ પણ વાંચો:  અમદાવાદ: વિશાલાથી નારોલ સર્કલ રોડ પર સર્જાયો ભારે ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો કલાકો સુધી અટવાયા- જુઓ વીડિયો

હાલ તો સિંહણને પકડીને લઈ જવા વનવિભાગ દ્વારા ખાસ “એમ્બ્યુલન્સ” તૈયાર રાખવામાં આવી છે અને સીમ વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરાયું છે. જો કે સિંહણ વાવેરા ગામથી ધારેશ્વર નર્સરી વિસ્તારમાં પહોંચી ગઈ હોવાની બાતમી મળી છે.

સિંહણ માનવભક્ષી બનતા  સ્થાનિકોને ઘરમાં જ રહેવાની વનવિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. સિંહણનું લોકેશન મેળવવા માટે વનવિભાગ પ્રયત્ન કરી રહ્યુ છે. સાથે પોલીસકર્મીઓ પણ કામે લાગ્યા છે. સિંહણને વાવેરા ગામે હુમલો કર્યા બાદ ધારેશ્વર નર્સરી વિસ્તારમાં પોંહચી જતા નર્સરી ટાવર પર પણ વનવિભાગના કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. સિંહણનું લોકેશન મેળવવા માટે વનકર્મીઓ ખડેપગે છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">