Surendranagar Video : લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 ફૂટનું પડ્યું ગાબડુ, કામગીરીમાં ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ

|

Jul 27, 2024 | 4:15 PM

સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યુ છે. લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 ફૂટનું ગાબડું પડ્યુ છે. મસમોટું ગાબડું પડતા એક તરફનો માર્ગ બંધ કરાયો છે. લોકોએ ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે.

તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલિભગત હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર ઓવરબ્રિજની ડિઝાઈન અનેક વખત બદલવામાં આવી હતી. છતા પણ ઓવરબ્રિજ પર ગાબડું પડ્યુ છે. જો કે તંત્રએ બેરિકેડ મૂકીને સમારકામા હાથ ધર્યું છે.

ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર ગાબડા પડ્યાં

બીજી તરફ વડોદરા જિલ્લામાં ભારે વરસાદ પડતા તંત્રની પોલ ખુલી છે. ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર ગાબડા પડતા વિવાદ થયો છે.તંત્ર દ્વારા તાજેતરમાં જ રીપેરીંગ કરવામાં આવ્યુ છે. રીપેરીંગ કામ માટે સાત દિવસ આ બ્રિજ બંધ કર્યો હતો. સાત દિવસ રીપેરીંગ બાદ પણ બ્રિજ પર ગાબડા પડતા વિવાદ થયો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આ બ્રિજ બનાવવા માટે 40 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.

Next Video