Banaskantha : વાવ બેઠક પર જામશે રાજપૂત VS ઠાકોરનો જંગ, ભાજપે સ્વરુપજી ઠાકોરનું નામ કર્યું જાહેર, જુઓ Video

| Edited By: | Updated on: Oct 25, 2024 | 2:18 PM

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર ભાજપે પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. વાવ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સ્વરુપજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર ભાજપે પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. વાવ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સ્વરુપજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર સ્વરુપજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે. ભાજપના ઉમેદવારે સુઈગામ મામલતદાર કચેરી ખાતે સમર્થકો સાથે ફોર્મ ભર્યું છે.

ગેનીબેન સામે સ્વરુપજી ઠાકોરની થઈ હતી હાર

આ ઉપરાંત લાલજી પટેલ અને પીરાજી ઠાકોરે પણ ફોર્મં ભર્યું છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠક પર રાજપૂત અને ઠાકોરનો વચ્ચે જંગ જામશે. 2022મા ગેનીબેન ઠાકોર સામે સ્વરૂપજી ઠાકોરની હાર થઇ હતી. પરંતુ ફરી એક વાર ભાજપે સ્વરુપજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.

2017 અને 2022માં શું હતું પરિણામ

વાવ વિધાનસભા ચૂંટણીની છેલ્લી બે ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017 અને 2022ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર જીત મેળવી હતી.  2017માં ગેનીબેન સામે ભાજપમાંથી શંકર ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર જીત્યા હતા.  2017ની ચૂંટણીમાં પણ ગેનીબેન વિજય થયો હતો. 2022માં પણ કોંગ્રેસે ગેનીબેનને રિપિટ કર્યા હતા. જોકે ભાજપે ઉમેદવાર બદલીને સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી.

Published on: Oct 25, 2024 01:43 PM