Gujarat Video: પૂર્વ IAS એસકે લાંગાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી, રિમાન્ડને પડકાર્યા હતા
ગાંધીનગર જિલ્લામાં 10 હજાર કરોડના જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલ પૂર્વ IAS અધિકારી એસકે લાંગાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હવે તેઓએ આ અરજી પરત ખેંચી લીધી હતી.
ગાંધીનગર જિલ્લામાં કરોડો રુપિયાની જમીન સંદર્ભના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલ પૂર્વ આઈએએસ અધિકારી એસકે લાંગાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. રિમાન્ડને પડકારતી અરજી કરીને પૂર્વ ક્લેકટરે ધરપકડ બાદ રિમાન્ડથી બચવા માટે આ પ્રયાસ કર્યો હતો. પરંતુ સામે આવી રહેલા સમાચાર મુજબ પૂર્વ આઈએએસ અધિકારી એસકે લાંગાએ હાઈકોર્ટમાં કરેલી અરજીને પરત ખેંચી લીધી છે. આમ લાંગાએ રિમાન્ડને પડકારતી અરજી પરત ખેંચી લેવાની કાર્યવાહી કરી છે.
પૂર્વ અધિકારી લાંગાને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન મામલાને લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સેક્ટર 7 પોલીસ મથકે આ અંગે ગુનો ગત મે માસમાં નોંધવામાં આવ્યો હતો. જેમાં નિવાસી અધિક કલેકટર અને કલેકટના ચિટનીશને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.