Sabarkantha: ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવા જતા ગૂમ 9 ગુજરાતીઓનો મામલો, પોલીસે વધુ એક એજન્ટ ઝડપ્યો, થયો મોટો ખુલાસો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક જાન્યુઆરીમાં અમેરિકા જવા નિકળ્યો હતો. તેની પત્નિએ ગત ફેબ્રુઆરી માસથી પતિ ભરત દેસાઈનો સંપર્ક નહીં થતા પોલીસ ફરીયાદ નોંધાવી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામનો યુવક ભરત દેસાઈ ગત જાન્યુઆરી માસની 8 તારીખે અમેરિકા જવા માટે નિકળ્યો હતો. તેઓની સાથે અન્ય 8 વ્યક્તિઓ પણ અમેરિકા જવા માટે નિકળ્યા હોવાનો એજન્ટોએ ભેટો કરાવ્યો હતો. આ મામલામાં છેલ્લા પાંચ મહિનાથી આ તમામ 9 લોકોનો સંપર્ક થઈ રહ્યો નથી. પ્રાંતિજ પોલીસે આ મામલે કડીના ધારીસણા ગામના ચતુરભાઈ પટેલની ધરપકડ કરી છે. ચુતરભાઈ પટેલે 9 પૈકીના 3 વ્યક્તિઓને અમેરિકા ઘૂસણખોરી કરાવવામાં વચેટીયા તરીકે ભૂમિકા ભજવી હતી.
પ્રાંતિજ પોલીસે શરુઆતમાં દિવ્યેશ પટેલ અને ડિંગુચાના મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યુ કે, વધુ એક એજન્ટ પણ આ ઘટનામાં સામેલ છે. જેને લઈ પોલીસે તેની તપાસ શરુ કરી હતી અને ચુતરભાઈ પટેલેની કડી તાલુકામાંથી ધરપકડ કરી હતી.
આરોપી મહેન્દ્ર પટેલને લઈ ખુલાસો
ઘટનામાં એજન્ટની ભૂમિકામાં રહેલા મહેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના કલોલ ગામનો વતની છે. મહેન્દ્ર પટલના ભાઈ અને ભાભી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવા દરમિયાન મોતને ભેટ્યા હતા.મહેન્દ્ર પટેલના ભાઈ જગદીશ પટેલ અને ભાભી વૈશાલી પટેલ કેનાડાથી અમેરિકામાં પ્રવેશ મેળવવા દરમિયાન વધુ પડતી ઠંડીમાં મોતને ભેટ્યા હતા. ભાઈ અને ભાભીના બે સંતાનો પણ મોતને ભેટતા કુલ ચાર લોકો એક જ પરિવારના મોતને ભેટ્યા હતા. જે ઘટના વખતે પણ મહેન્દ્ર પટેલની પોલીસે પૂછપરછ કરી હતી.
મહેન્દ્ર પટેલની શોધખોળ પ્રાંતિજ પોલીસ કરી રહી છે. પોલીસે તમામ કડીઓ મેળવવા માટે પ્રયાસ કર્યો છે, જે 9 ગૂમ જેવી સ્થિતીમાં રહેલા લોકો સુધી સંપર્ક કરાવી આપે. આ માટે પોલીસને સૌથી જરુરી આરોપી મહેન્દ્ર પટેલની પૂછપરછનો છે, આ માટે પ્રાંતિજ પોલીસે જુદી જુદી ટીમો રચીને મહેન્દ્ર પટેલની ધરપકડ કરવા શોધખોળ શરુ કરી છે.
મહેન્દ્ર પટેલને ઝડપવા કાર્યવાહી
પ્રાંતિજ પોલીસે હવે મહેન્દ્ર પટેલને ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરી દીધી છે. આ દરમિયાન પોલીસે ભરત દેસાઈ સહિતના ગુજરાતીઓ સુધી પહોંચવા માટે વિવિધ રાષ્ટ્રીય એજન્સીઓનો પણ સંપર્ક સાધ્યો છે. જેની મદદ વડે કડી મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર નહી વોર્ડ બોય અને ફાર્માસિસ્ટ આપે છે દવા, તબિબ વિના સ્થાનિકો પરેશાન
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો