Video : દાંતાની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ઓરડા અને પાણીની સુવિધા આપવા શિક્ષકો અને ગ્રામજનોની માગ
બનાસકાંઠા (Banaskantha) દાંતામાં રાણીકા પ્રાથમિક શાળામાં ઓરડા ન હોવાથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્રો ઉપસ્થિત થયા છે.શાળામાં ઓરડા અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
એક તરફ સરકાર બાળકોનું શિક્ષણ સુધારવા માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે. બીજી તરફ ગુજરાતમાં શાળાઓની હાલત કફોડી હોય તેવુ સામે આવ્યુ છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં પ્રાથમિક શાળાઓની હાલત કફોડી બની છે. દાંતામાં રાણીકા પ્રાથમિક શાળામાં ઓરડા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જેના કારણે નાના નાના ભુલકાઓ હાલાકી વચ્ચે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. ત્યારે શાળાના ઓરડા બનાવવાની શિક્ષકો અને ગ્રામજનો માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો-Chhota Udepur : વઘાચ અને ખીચડીયા ગામમાં છેલ્લા 12 વર્ષથી આંગણવાડી જર્જરિત, સરકાર સમસ્યાનો ઉકેલ લાવે તેવી માગ
બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર
બનાસકાંઠા દાંતામાં રાણીકા પ્રાથમિક શાળામાં ઓરડા ન હોવાથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્રો ઉપસ્થિત થયા છે. શાળામાં ઓરડા અને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઓરડા ન હોવાથી રાણીકા ટુંડિયા અને જશવંતપુરા પ્રાથમિક શાળામાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. છેલ્લા ચાર વર્ષથી સમારકામ માટે ગ્રામજનો અને શિક્ષકોએ રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. હવે કંટાળી ગયેલા ગ્રામજનોએ જિલ્લા શિક્ષણાધિકારીને તાત્કાલિક ઓરડા અને અન્ય સુવિધા આપવાની માંગ કરી હતી.