Kutch : નહિ સુધરે પાકિસ્તાન ! ખાવડા વિસ્તારમાં 46 ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ફેરવતા પાકિસ્તાને ભારત વિરુદ્ધ જૂઠાણુ ફેલાવ્યુ

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે બોર્ડર કોસ્ટલ એરિયા એક્શન પ્લાન અંતર્ગત ભુજના ખાવડા વિસ્તારમાં 6 મદરેસાઓ સહિતની 46 ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ફેરવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 10:41 AM

ભારત સામે હંમેશા ઝેર ઓકતા રહેતા પાકિસ્તાનની વધુ એક અવળચંડાઇ સામે આવી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે બોર્ડર કોસ્ટલ એરિયા એક્શન પ્લાન અંતર્ગત, ભુજના ખાવડા વિસ્તારમાં 6 મદરેસાઓ સહિતની 46 ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ફેરવ્યું છે. ત્યારે રાજ્ય સરકારની આ કાર્યવાહીથી પાકિસ્તાનને ફરીથી પેટમાં દુઃખ્યુ.  મદરેસાઓ પર બુલડોઝર ફરી વળ્યા બાદ પાકિસ્તાને બાળકો ખુલ્લામાં અભ્યાસ કરતા હોય તેવો વીડિયો ચલાવી ભારત વિરૂદ્ધ જુઠ્ઠાણાઓ ચલાવ્યા.

દબાણો પર કાર્યવાહી કરતા પાકિસ્તાનને પેટમાં દુખ્યુ

પાકિસ્તાને ગેરકાયદેસર દબાણો હટાવવાની યોગ્ય કાર્યવાહીનો ઉલ્લેખ કર્યા વગર ફક્ત ખુલ્લામાં બાળકોના અભ્યાસનો એક તરફી વીડિયો દર્શાવી કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે. જો કે પ્રાંત અધિકારીએ કહ્યું કે આ દબાણ બળજબરી પૂર્વક નહીં પરંતુ તેમને સમજાવી તોડવામાં આવ્યા છે. અને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ અન્ય કોર્મશિયલ દબાણ પણ તોડવામાં આવ્યા છે.

બીજી તરફ કચ્છના મુસ્લિમ આગેવાનો દબાણો દૂર કરવાની કાર્યવાહીને અયોગ્ય ગણાવી. તેમણે કહ્યું કે કચ્છમાં કોમી એક્તા છે, તમામ સમાજ સાથે ચાલે છે, આ કચ્છ છે, ઉત્તરપ્રદેશ નહીં.આપને કહી દઇએ કે કચ્છના ખાવડામાં ગામથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 36 કમર્શિયલ સ્ટ્રક્ચર અને 6 મદરેસાઓ તોડી પાડવામાં આવ્યા. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે કચ્છ અને પાકિસ્તાન દાયકાઓથી સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતે જોડાયેલા છે. આથી પાકિસ્તાન અવારનવાર કચ્છના સમાચારો ત્યાંના સમાચાર માધ્યમોમાં પ્રસારિત કરતું રહે છે.પરંતુ મદરેસાઓ તોડી પાડવાના સમાચાર પાકિસ્તાને તોડી-મરોડીને તેમજ ખરાબ ઇરાદા સાથે રજૂ કર્યા હોવાનું તેમનું માનવું છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">