AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં છેલ્લા 4 વર્ષથી અંધારપટની સ્થિતિ, અનેક રજૂઆતો બાદ પણ નથી આવી વીજળી

Video: બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં છેલ્લા 4 વર્ષથી અંધારપટની સ્થિતિ, અનેક રજૂઆતો બાદ પણ નથી આવી વીજળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 11:08 PM
Share

Banaskatha: જિલ્લાના અંતરિયાળ ગામના લોકો છેલ્લા 4 વર્ષથી વીજળી વિના જીવવા મજબુર બન્યા છે. ગામમાં કે ખેતરોમાં ક્યાંય લાઈટ નથી, જેના કારણે પીવાના પાણીની પણ કોઈ સગવડ નથી. ગામમાં રોડ, રસ્તા, ગટરની પણ પ્રાથમિક સુવિધા નથી.

બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં છેલ્લા ચાર વર્ષથી અંધારપટમાં જીવન ગુજારી રહ્યા છે. પરંતુ તેમની તરફ આજદિન સુધી કોઈ ધ્યાન દેવામાં આવ્યુ નથી. ના તો તેમની રજૂઆતો તરફ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે. દાતા તાલુકાના ધાબા વાળી વાવ ગામના રહીશોના મુશ્કેલી એવી છે કે ઘરમાં વીજળી નથી અને ખેતરમાં પણ લાઈટ નથી. પીવાના પાણીની પણ કોઈ સગવડ નથી. રોડ જેવી પ્રાથમિક સુવિધા પણ તેમને નસીબ નથી.

ચાર વર્ષથી લોકો વીજળી માટે ગુજરાત વિદ્યુત બોર્ડના ખાઈ રહ્યા છે ધક્કા

છેલ્લા ચાર વર્ષથી ગ્રામજનો વીજળી માટે દાતા અંબાજી અને પાલનપુર ગુજરાત વિદ્યુત બોર્ડના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેનો કોઈ ઉકેલ નથી. હવે વીજળી ન હોય ત્યાં બાળકો કેવી રીતે ભણતા હશે? રાત્રે મહિલાઓ જમવાનું કેવી રીતે બનાવતી હશે ? એ એક પ્રશ્ન છે. ધાબાવાળી વાવ ગામમાં 21 ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખેતરમાં વીજળી માટેની માગણી કરી રહ્યા છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષથી ફોર્મ ભર્યા છે, જીઈબી કચેરીના ધક્કા ખાધા છે, બે વાર તો સર્વે પણ કરવામાં આવ્યો છે પરંતુ હજુ પણ આ ખેડૂતો માટે વીજળીનો યોગ નથી બન્યો.

નલ સે જલ યોજનાના દાવા પોકળ

નલ સે જલ યોજનાના દાવા અને પાણી પુરવઠા વિભાગના સૌને પાણી મળતું થશે તેવા દાવા ધાબાવાળી વાવ ગામમાં ખોખલા સાબિત થયા છે. અહીં તો લોકોએ ગાળેલા કુવામાંથી જાતે પાણી કાઢીને પીવું પડે છે અને પોતાના ઘરોમાં લઈ જવું પડે છે. જે ગામમાં યોગ્ય રસ્તા ન હોય, જે ગામમાં પીવાનું પાણી ન હોય, જે ગામમાં વીજળી જેવી સગવડ ન હોય તેમની સ્થિતિ કેવી હશે એ કલ્પી શકાય એમ છે. ખેડૂતોએ ખેતરમાં પણ વીજળી વગર કામ ચલાવવું પડતું હોય એ સમજવું અઘરું નથી.

આ પણ વાંચો: બનાસકાંઠાના અંતરિયાળ ગામની શાળામાં શિક્ષકોની ગુલ્લી, વિદ્યાર્થીઓએ જ ખોલી પોલ, જુઓ Video

દાતા અંબાજી હાઈવે પરનું આ ગામ છે. જોકે બહારથી ગામના બોર્ડ પર નજર કરીશું તો ડિજિટલ કામ લાગશે પરંતુ અંદર જઈને જોઈએ તો સરકારના તમામ દાવાઓ પોકળ લાગશે. કહેવા એ માગે છે કે લાઈટ, પાણી વગર માણસ જીવે કેમ ? ગ્રામ પંચાયત આ લોકો પાસેથી વેરા વસુલે છે, પરંતુ તેમને સુવિધાઓ આપવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ ગઈ છે. જે આ દશ્યો જ કહી રહ્યા છે. વીજળી આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે અને પાણી આપવામાં પાણી પુરવઠા વિભાગ થયું છે ફેઈલ. ત્યારે હવે આ ગામનો વિકાસ ક્યારે થશે તે એક મોટો સવાલ છે.
ઈનપુટ ક્રેડિટ- અતુલ ત્રિવેદી- બનાસકાંઠા

g clip-path="url(#clip0_868_265)">