AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : કચ્છના દરિયાકાંઠે યુવકોને સ્ટંટ કરવો પડ્યો ભારે, રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઇ થાર

Video : કચ્છના દરિયાકાંઠે યુવકોને સ્ટંટ કરવો પડ્યો ભારે, રીલ બનાવવાના ચક્કરમાં દરિયામાં ફસાઇ થાર

| Updated on: Jun 24, 2024 | 7:06 PM

મુંદ્રાના દરિયાકાંઠે યુવકોને સ્ટંટ કરવો ભારે પડ્યો છે. રીલ બનાવવા માટે દરિયામાં થાર ઉતારી હતી અને થોડી જ વારમાં તેમની કાર ડૂબવા લાગી. તેમણે કાર પાછી કાઢવા ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેને સફળતા ન મળી. બાદમાં સ્થાનિક લોકોએ બંને યુવકોના જીવ બચાવ્યા હતા અને તેમના વાહનો પણ બહાર કાઢ્યા હતા.

તમે ખતરનાક સ્ટંટવાળી ઘણી રીલ જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય બે થાર કારને દરિયામાં ડૂબતી જોઈ છે ? આવી જ એક ઘટના કચ્છમાં સામે આવી છે. મુંદ્રાના દરિયાકાંઠે યુવકોને સ્ટંટ કરવો ભારે પડ્યો છે. રીલ બનાવવા માટે દરિયામાં થાર ઉતારી હતી અને થોડી જ વારમાં તેમની કાર ડૂબવા લાગી. તેમણે કાર પાછી કાઢવા ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેને સફળતા ન મળી.

બાદમાં સ્થાનિક લોકોએ બંને યુવકોના જીવ બચાવ્યા હતા અને તેમના વાહનો પણ બહાર કાઢ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો પોલીસે બંને થાર કાર કબજે કરી છે.

g clip-path="url(#clip0_868_265)">