Kutch : કચ્છના રાપરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, ગેડી વિસ્તારમાં વરસાદ, જુઓ Video
કચ્છમાં રાપરના ગેડી વિસ્તારમાં હવામાના વિભાગની આગાહી અનુસાર વરસાદની શરૂઆત થઈ છે. રાપરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેની સાથે વરસાદની શરૂઆત થઈ છે.
Kutch:હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મોટાભાગના ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છમાં પણ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાસ કરીને કચ્છના ગેડી વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગે ચોમાસું બેસી ગયું હોવાની જાહેરાત કરી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા બાદ, ચોમાસાના વિધિવત્ત પ્રથમ વારસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 48 કલાકમાં આગળ વધશે, હવામાન નિષ્ણાતએ આપી માહિતી, જુઓ Video
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. તો 26 જૂને સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. 27 જૂને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. તો 28 જૂને સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
