AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિમાચલ પ્રદેશ ફરવા જવાના હોવ તો સાવધાન, હવામાન વિભાગે આ પ્રવાસન સ્થળ માટે કરી છે વરસાદની આગાહી, જુઓ Video

હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે, શિમલામાં પથ્થર પડવાને કારણે રોડના કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન થયું છે. શિમલામાં છેલ્લા 12 કલાકમાં 99.2 મીમી વરસાદ નોંધાયો હતો.

હિમાચલ પ્રદેશ ફરવા જવાના હોવ તો સાવધાન, હવામાન વિભાગે આ પ્રવાસન સ્થળ માટે કરી છે વરસાદની આગાહી, જુઓ Video
Meteorological Department has predicted rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 11:06 PM
Share

દેશના ઘણા ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ પ્રવેશ કર્યો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલા કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. હિમાચલમાં બદ્રામાં વરસાદ વરસવાનો શરૂ થયો છે. શિમલામાં થિયોંગ પાસે નેશનલ હાઈવે 5 સહિત લગભગ 20 રસ્તાઓ ભારે વરસાદને કારણે બ્લોક થઈ ગયા છે. દરમિયાન, હવામાન વિભાગે ભારે વરસાદ અને પૂરને લઈને ચેતવણી જાહેર કરી છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ચેતવણી જાહેર કરી છે. તેમનું કહેવું છે કે 26 જૂને મેદાની અને નીચલા અને મધ્યમ પર્વતીય વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય તોફાની પવન ફુંકાવવાનો અને વીજળી પડવાની શક્યતા છે. તેની સાથે ટ્રાફિક અને વીજ પુરવઠાની વ્યવસ્થા પણ બગડી શકે છે. શુક્રવારથી રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, 26 જૂનના રોજ અચાનક પૂરના જોખમને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, સિરમૌર અને મંડી જિલ્લામાં જોખમની ઉચ્ચ સંભાવના છે. સતત વરસી રહેલા વરસાદને કારણે, આગામી 24 કલાકમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે.

હવામાન વિભાગે શિમલા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે

કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે શિમલામાં રોડ કિનારે પાર્ક કરાયેલા અનેક વાહનોને કાટમાળ અને પથ્થરોએ પણ નુકસાન પહોંચાડ્યું છે. છેલ્લા 12 કલાકમાં 99.2 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે શિમલા માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 27 અને 28 જૂને તોફાની પવન ફુંકાવવાની અને વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવના છે.

હવામાન વિભાગે, શિમલા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું. મંડી જિલ્લાના કટૌલા વિસ્તારમાં સૌથી વધુ 163.3 મીમી વરસાદ નોંધાયો છે અને તે રાજ્યમાં સૌથી વધુ વરસાદવાળું સ્થળ રહ્યું છે. સિંઘુતામાં 160 મીમી, કસૌલીમાં 145 મીમી અને કાંગડામાં 143.5 મીમી વરસાદ નોંધાયો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">