Kutch: આખરે વિરોધ બાદ નર્મદાનું પાણી છોડાયું, નર્મદાનું પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશ

આખરે વિરોધ બાદ નર્મદાનું પાણી ડેમમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહિ છે. કચ્છના જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 11:34 PM

Kutch: આખરે વિરોધ બાદ નર્મદાનું પાણી ડેમમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહિ છે. કચ્છના જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં 500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ટપ્પર ડેમ ભરવા માટે નર્મદાનું પાણી છોડાયું છે. નંદાસર સુધી નર્મદાના પાણી પહોંચતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ફતેહગઢ, સુવઇ માંજુવાસ અને હમીરપર કેનાલથી ટપ્પર સુધી નર્મદાના પાણી પહોંચશે.

પાણીની અછત વચ્ચે હજારો લીટર પાણી વેડફાયું

એક તરફ આકરી ગરમીમાં કચ્છમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે. ત્યારે પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ (water waste) થયો. અંજારના સાપેડા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઇ હજારો લીટર પાણી વહી રહ્યું છે. પાણીની લાઇનમાં ભંગાણ (Breach in Narmada line) સર્જાતા પાણીના ઉંચા ફુવારા ઉડ્યાં હતા. એટલું જ નહીં સતત પાણી વહી રહ્યું હોવાના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પાઇપ લાઇનનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.

52 KG કોકેઇન મામલો, ફરાર ત્રીજા આરોપીને કેરળથી ઝડપી લેતી DRI

એક અઠવાડિયા અગાઉ કચ્છના (Kutch) મુદ્રા પોર્ટ ઉપરથી મીઠાની આડમાં 52 કિલોગ્રામનું  500 કરોડ રૂપિયાનું  કોકેઇન (Drugs) મળી આવ્યું હતું. આ કેસમાં  ડીઆરઆઇએ (DRI) ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખને એ કેરળથી ઝડપી પાડ્યો હતો.  આ આરોપી અગાઉ ડીઆરઆઇને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જેને ડીઆરઆઇ દ્વારા ફરીથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આ આરોપીને આજે વહેલી સવારે 4:15 વાગ્યે સ્પેશ્યલ NDPS કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">