AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઉનાળામાં ગરમીને લગતી બીમારીઓના કેસમાં વધારો, 9 મે સુધીમાં હીટ સ્ટ્રોકના 10 જેટલા કેસ નોંધાયા

સતત બીજા દિવસે ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ત્યારે વધતી ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના (Heat stroke) કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.

Ahmedabad : ઉનાળામાં ગરમીને લગતી બીમારીઓના કેસમાં વધારો, 9 મે સુધીમાં હીટ સ્ટ્રોકના 10 જેટલા કેસ નોંધાયા
Darshal Raval
| Edited By: | Updated on: May 10, 2023 | 12:10 PM
Share

ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સતત બીજા દિવસે ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં 40 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ત્યારે વધતી ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકના (Heat stroke) કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગરમીને લઇને થતી બીમારીના પગલે 108 ઇમરજન્સીને આવતા કોલના આંકડા પણ વધી રહ્યા છે. ગુજરાતમાં 9 મે સુધીમાં હીટ સ્ટ્રોકના 10 જેટલા કેસ સામે આવ્યા છે. આ 10 કેસમાં અમદાવાદમાં એક કેસ સામે આવ્યો છે.

આ પણ વાંચો-Rohit Sharma, IPL 2023: રોહિત શર્માને આપેલ LBW આઉટ નિયમ મુજબ યોગ્ય? જાણો શુ કહે છે Rule

અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી

અગાઉના વર્ષ પ્રમાણે સરખામણી કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં 2022માં 10 કેસ નોંધાયા હતા. જ્યારે માર્ચ 2023માં 9 કેસ નોંધાયા હતા. એપ્રિલ 2022માં 49 કેસ જ્યારે એપ્રિલ 2023માં 20 કેસ નોંધાયા છે. તેમજ મે 2022માં 17 કેસ જ્યારે 9 મે 2023 સુધી 10 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કેસ

અમદાવાદમાં માર્ચ 2022 માં 1 અને માર્ચ 2023 માં 1 કેસ, તો એપ્રિલ 2022માં 3 અને એપ્રિલ 2023 માં 6 તેમજ મે 2022માં 3 અને 9 મે 2023માં 1 કેસ નોંધાયા હતા. 5 મે ના રોજ હીટ સ્ટોકનો એક કેસ અમદાવાદમાં નોંધાયો છે.

ચાલુ મહિનામાં નોંધાયેલ હીટ સ્ટ્રોકના કેસ

  • અમદાવાદ-1
  • આણંદ-1
  • બોટાદ-1
  • કચ્છ-1
  • મહીસાગર-1
  • નર્મદા-1
  • પાટણ-1
  • પોરબંદર-1
  • સુરેન્દ્રનગર-1
  • ડાંગ-1

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મંગળવારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 44 ડિગ્રી નોંધાયું. રાજ્યના 13 શહેરો એવા હતા જ્યા તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો. ત્યારે ગરમીને લગતી બીમારીની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 10 જેટલા હીટ સ્ટ્રોકના કેસ 9મી મે સુધીમાં નોંધાયા છે.

કામ સિવાય ઘર બહાર ન નીકળવા અપીલ

આગામી પાંચ દિવસ ગુજરાતની પ્રજાને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે. તો અમદાવાદમાં ગરમીને લઇ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે. તો ગરમીને લઇ હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">