AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ

હાલમાં, મહારાષ્ટ્રમાં માત્ર 1.07 હેક્ટર જમીન સંપાદિત કરવાનું બાકી છે. જ્યાં NHSRCLએ 1,984 ખાનગી પ્લોટ માટે રૂ. 3,217 કરોડનું વળતર ચૂકવ્યું છે. જ્યારે ઉપનગરીય મુંબઈમાં પ્રોજેક્ટ માટે જરૂરી 4.83 હેક્ટર સંપૂર્ણ રીતે સંપાદિત કરવામાં આવી છે. ત્યારે પાલઘરમાં 0.32 હેક્ટર અને થાણેમાં 0.75 હેક્ટરના નાના પ્લોટ પેન્ડિંગ લિસ્ટમાં છે.

Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ
Mumbai Ahmedabad Bullet Train Project
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 9:45 PM
Share

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શેર કરાયેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન(Bullet Train) પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રે (Maharashtra)   99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ  કર્યું છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધી 98.91 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર સત્તામાં આવી તે પૂર્વે મહારાષ્ટ્રે માત્ર 75 ટકા જમીન સંપાદન કર્યું હતું. આ ઉપરાંત સપ્ટેમ્બર 2021માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 7.9 હેક્ટરમાંથી 100 ટકા જમીન હસ્તગત કરવામાં આવી હતી,  આ અહેવાલને એક સમાચારપત્રએ ટાંક્યો  છે.  હાલ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

થાણેમાં 0.75 હેક્ટરના નાના પ્લોટ પેન્ડિંગ લિસ્ટમાં છે

હાલમાં, મહારાષ્ટ્રમાં માત્ર 1.07 હેક્ટર જમીન સંપાદિત કરવાની બાકી છે. જ્યાં NHSRCLએ 1,984 ખાનગી પ્લોટ માટે રૂ. 3,217 કરોડનું વળતર ચૂકવ્યું છે. જ્યારે ઉપનગરીય મુંબઈમાં પ્રોજેક્ટ માટે જરૂરી 4.83 હેક્ટર સંપૂર્ણ રીતે સંપાદિત કરવામાં આવી છે. ત્યારે પાલઘરમાં 0.32 હેક્ટર અને થાણેમાં 0.75 હેક્ટરના નાના પ્લોટ પેન્ડિંગ લિસ્ટમાં છે.

ગુજરાતમાં 10.53 હેક્ટર જમીન હજુ સંપાદિત કરવાની બાકી

તેની સરખામણીમાં ગુજરાતમાં 10.53 હેક્ટર જમીન હજુ સંપાદિત કરવાની બાકી છે, જ્યાં 6,248 ખાનગી પ્લોટ માટે રૂ. 6,104 કરોડ ચૂકવવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન જે આઠ જિલ્લામાંથી પસાર થશે તેમાંથી ખેડા, આણંદ, નવસારી અને વલસાડ જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 5.47 હેક્ટર સાથે વડોદરામાં સૌથી વધુ બાકી સંપાદન બાકી છે, ત્યારબાદ સુરતમાં 4.89 હેક્ટર છે. અમદાવાદ અને ભરૂચમાં પણ અનુક્રમે 0.02 હેક્ટર અને 0.05 હેક્ટરનું સંપાદન બાકી છે.

ખાનગી જમીન માલિકોને ચૂકવવામાં આવતા વળતરમાં સુધારો કર્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં સાબરમતી ખાતે રૂપિયા 1.1 લાખ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. જમીન સંપાદનની પ્રક્રિયા થોડા મહિના પછી શરૂ થઈ અને ખેડૂતોના વિરોધની માંગણીઓ ઉચ્ચ વળતરથી સંતોષમાં આવી હતી. NHSRCLએ પછીથી ખાનગી જમીન માલિકોને ચૂકવવામાં આવતા વળતરમાં સુધારો કર્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">