Kutch: દિલીપ આહીર નામના યુવકના આપઘાત કેસમાં તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. યુવકના આપઘાત બાદ આહિર સમાજ મેદાને આવ્યો છે. આહીર સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઇ કલેક્ટર અને SPને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આપઘાત કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માગ કરી હતી. આહિર સમાજનો આક્ષેપ છે કે મૃતક યુવકે કોઇ દુષ્કર્મ કર્યું નથી. પરંતુ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો : ભચાઉના ચિરઈ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
કચ્છમાં પણ હવે મોહજાળની માયામાં ફસાવી લોકો પાસેથી નાણાં પડાવી લેવાની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. હનીટ્રેપના ચોકવનારા બનાવો વચ્ચે થોડા દિવસ પહેલા ભુજના સેડાતા પાસેના ખાનગી રિસોર્ટમાં અમદાવાદની યુવતી પર દુષ્કર્મની ફરિયાદ માનકુવા પોલીસમાં નોંધાઇ હતી. જેમાં આરોપ મુકાયેલા પરિણીત યુવકનો બીજા દિવસે સવારે નખત્રાણા પાસેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે કચ્છ આહીર સમાજ દ્વારા મૃતક યુવકને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઘટના હનીટ્રેપ હોવાના આરોપસર આજે ભુજ ખાતે મોટી સંખ્યમાં સમાજના લોકોએ જોડાઈને રેલી યોજી હતી.
કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો