Breaking News : કચ્છના કંડલા પોર્ટ નજીક કેમિકલ જહાજ ‘ફૂલદા’માં વિસ્ફોટ, 21 ક્રુ-મેમ્બર સુરક્ષિત
કંડલા પોર્ટના ઓઈલ જેટી નંબર-2 પર મિથેલોન કેમિકલ ખાલી કરી રહેલા ‘ફૂલદા’ નામના જહાજમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાની ગંભીરતા એ છે કે બ્લાસ્ટ પછી જહાજ એક બાજુ નમી ગયું અને તેના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું છે.
કંડલા (કચ્છ): કંડલા પોર્ટના ઓઈલ જેટી નંબર-2 પર મિથેલોન કેમિકલ ખાલી કરી રહેલા ‘ફૂલદા’ નામના જહાજમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ઘટનાની ગંભીરતા એ છે કે બ્લાસ્ટ પછી જહાજ એક બાજુ નમી ગયું અને તેના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું છે.
માહિતી અનુસાર, જહાજમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે તે મિથેલોન કેમિકલ ખાલી કરી રહ્યું હતું. ધડાકાની તીવ્રતા એવી હતી કે સમગ્ર પોર્ટ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. જોકે, સદનસીબે જહાજમાં હાજર તમામ 21 ક્રુ-મેમ્બરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઇ જાનહાનીની જાણકારી મળી નથી.
ઘટનાની જાણ થતાં તાત્કાલિક મેરિટાઈમ રિસ્પોન્સ સેન્ટર અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે પોર્ટ સત્તાવાળાઓ દ્વારા સલામતીના પગલાં પણ ઝડપથી અમલમાં મૂકાયા છે.
જહાજમાં થયેલા નુકસાનના કારણે જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય, ત્યાં સુધી આસપાસના ઓપરેશન્સ પર નિયંત્રણ રહેશે. જો કે હાલ સુધી વિસ્ફોટના કારણ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પ્રાથમિક તારણ મુજબ કેમિકલ રિએક્શન અથવા ટેકનિકલ ખામી હોઈ શકે છે. અન્ય નૌકાઓ અને પોર્ટ કર્મચારીઓ માટે સલામતીની દૃષ્ટિએ તાત્કાલિક તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
