જાણો ગુજરાતમાં મતદાનના દિવસે તેટલુ રહેશે તાપમાન ? ગરમીના પારા અંગે શુ કહે છે જાણકારો

|

May 01, 2024 | 3:46 PM

આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પણ એક જ દિવસે મતદાન હાથ ધરાશે. આ દિવસે, ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાવાની સંભાવના છે. ગુજરાતમાં હાલમાં ગરમીનુ પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.

ગુજરાતમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. રાજકીય ગરમીની સાથોસાથ કુદરતી ગરમીના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પણ એક જ દિવસે મતદાન હાથ ધરાશે. આ દિવસે, ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાવાની સંભાવના છે. ગુજરાતમાં હાલમાં ગરમીનુ પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક ભાગમાં ગરમીનુ મોજૂ ફરી વળવાની શક્યતા છે.

હવામાન વિભાગના અધિકારીએ કરેલ આગાહી મુજબ, આગામી 7મી મેના રોજ ગુજરાતમાં ગરમીનું મોજૂ ફરી વળશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર 7મી મેને મંગળવારના રોજ મતદાન યોજાનાર છે. આ દિવસે એટલે કે ચૂંટણીના દિવસે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સુધી પહોચશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની અસર જોવા મળશે.

મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ રહેવાનો હોવાની સંભાવનાને ધ્યાને રાખીને જ રાજકીય પક્ષ દ્વારા સવારના 10-11 વાગ્યા સુધીમાં જ મતદાન વધુને વધુ થાય તેવા પ્રયાસ કરી રહ્યાં છે. ચૂંટણી પંચ પણ મતદાનના દિવસે ગરમીનો પ્રકોપ મતદાતાને ના નડે તે માટે આરોગ્યને લઈને સાવધાની રાખી રહ્યું છે. દરેક મતદાન મથકે લૂથી બચવા માટેના જરૂરી ઉપકરણ ઉપલબ્ધ કરાવાશે.

Next Video