રાજકોટ કોર્પોરેશનની અણઆવડતના કારણે લોકોને મુશ્કેલી ભોગવવી પડશે. આગામી ચાર દિવસ મનપાની બેદરકારીને કારણે લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે. એક મહિના પહેલા જ લોકાપર્ણ થયેલા કેકેવી ઓવરબ્રિજ પર હવે રહી રહીને નોઇસ બેરિયર લગાવવાનું કોર્પોરેશનને યાદ આવ્યું છે અને નોઇસ બેરિયર લગાવવાના નામે કેકેવી ઓવરબ્રિજ ચાર દિવસ બંધ રાખવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot: રાજકોટમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો, એક યુવાન જાહેરમાં પી રહ્યો છે દેશી દારૂ, વાયરલ થયો Video
બ્રિજ પર લોકો ઉભા ન રહે અને નીચે જોઇ ન શકાય તે માટે નોઇસ બેરિયર લગાવવાનો નિર્ણય લેવાયો છે. જો કે કોર્પોરેશનની આ અણઆવડતને કારણે અનેક સવાલ ઊભા થયા છે કે બ્રિજના લોકાપર્ણ પહેલા કેમ કોર્પોરેશનને નોઇસ બેરિયર યાદ ન આવ્યાં. શું બ્રિજના લોકાપર્ણ પહેલા નોઇસ બેરિયર નહોતા નાંખી શકાતા. આવા અનેક સવાલો ઉપસ્થિત થયા છે.