Rajkot: રાજકોટમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો, એક યુવાન જાહેરમાં પી રહ્યો છે દેશી દારૂ, વાયરલ થયો Video
રાજકોટમાં પોલીસ સામે સવાલો ઉઠ્યા છે. દારુબંધીના ધજાગરા એક યુવાને ઉડાવ્યા છે. રાજકોટમાં મહુડી ચાર રસ્તા પર એક યુવાન જાહેરમાં જ દેશી દારુ પી રહ્યો છે અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રાજકોટમાં પોલીસ સામે સવાલો ઉઠ્યા છે. દારુબંધીના ધજાગરા એક યુવાને ઉડાવ્યા છે. રાજકોટમાં મહુડી ચાર રસ્તા પર એક યુવાન જાહેરમાં જ દેશી દારુ પી રહ્યો છે અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દારુનો નશો કરીને ફરતા યુવકના વીડિયોએ પોલીસની સામે સવાલો ખડા કરી દીધો છે. બુટલેગરો જ ખૂબ જ બેફામ થયા હોય એ પ્રકારનો માહોલ આ વીડિયોથી લાગી રહ્યો છે. યુવક ખુદ તો પીધેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે જ તે ખિસ્સામાંથી અન્ય દેશી દારુની કોથળીઓ બૂમો પાડીને નિકાળી રહ્યો છે.
બુટલેગરો બેફામ બન્યા હોય અને તેમની સામે માત્ર દેખાડા સમાન કાર્યવાહી કરવામાં આવતી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ટૂંકા સમયમાં જ આવો ત્રીજી વાર વીડિયો વાયરલ થયો છે. એક બાદ એક આ પ્રકારના વીડિયો વાયરલ થવાની ઘટનાથી દારુ બંધીના લીરા ઉડાવ્યા છે. રાજકોટ શહેરમાં દારુ પીને તોફાન મચાવવુ, દંગલ કરવુ એ જાણે કે હવે સામાન્ય બની રહ્યુ હોય એવી સ્થિતિ છે.
આ પણ વાંચોઃ Sabarkantha: ચમચમાતી મોંઘીદાટ કારમાં દારુની મોટાપાયે હેરાફેરી ઝડપાઈ, અમદાવાદ લવાતા જથ્થાને LCB એ ઝડપ્યો
રાજકોટ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
