ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજકીય પક્ષમાં જોડાઇ શકે છે : ધાર્મિક માલવિયા

વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારો મતો મેળવવા દરેક રાજકીય પક્ષો મથામણ કરી રહ્યા છે. જેને લઇને નરેશ પટેલ જે પણ પાર્ટીમાં જોડાશે તેને માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અહીં ઉલ્લેખનીય છેકે સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 26, 2022 | 5:20 PM

SURAT : ખોડલધામના પ્રમુખ (President of Khodaldham)નરેશ પટેલ  (Naresh Patel) રાજકીય પક્ષમાં જોડાઇ શકે છે, આ વાત કરી છે સુરતના પાટીદાર નેતા ધાર્મિક માલવિયાએ.(Pass leader Dharmik malaviya) ધાર્મિક માલવિયા સુરત શહેરના પાસ નેતા અને ખોડલધામ સુરતના પ્રમુખ છે. આ સાથે જ ધાર્મિક માલવિયાએ કહ્યું કે નરેશ પટેલ જે પાર્ટીમાં જોડાશે તેને ફાયદો થશે. અને સૌરાષ્ટ્રનો વિશાળ પાટીદાર સમાજ નરેશ પટેલની સાથે હોવાનું પણ માલવિયાએ ઉમેર્યું હતું.

નોંધનીય છેકે વિધાનસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અને, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને અનેક વખતથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારો મતો મેળવવા દરેક રાજકીય પક્ષો મથામણ કરી રહ્યા છે. જેને લઇને નરેશ પટેલ જે પણ પાર્ટીમાં જોડાશે તેને માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અહીં ઉલ્લેખનીય છેકે સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓની સાથે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના સમાચારે ગરમાવો લાવી દીધો છે.

પાસ નેતા અલ્પેશ કથીરિયા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતના (Surat) રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. પાસ નેતા અલ્પેશ કથિરીયા (Alpesh Kathiria)ભાજપમાં (BJP) જોડાય તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. અલ્પેશ કથિરીયાની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે કોંગ્રેસ (Congress)પણ હરકતમાં આવી છે. વરિષ્ઠ નેતાઓના ઈશારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ અલ્પેશ કથિરીયાને મળીને પક્ષમાં જોડાવવાનું આમંત્રણ પાઠવ્યું.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરા, લલિત વસોયા, કિરીટ પટેલ, પ્રતાપ દૂધાતે અલ્પેશ કથિરીયા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ અલ્પેશ કથિરીયા રાજકારણમાં જોડાય તે મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. આ મુદ્દે અલ્પેશ કથિરીયાએ કહ્યું કે સમાજના આગેવાનો સાથે રાજકીય મુદ્દે ચર્ચા થઈ છે. જોકે પાટીદાર આંદોલનના બાકી મુદ્દા ઉકેલાય તે સૌથી અગત્યનું છે.

આ પણ વાંચો : Padma Awards 2022: રાધેશ્યામ ખેમકાનું જીવન ગીતાપ્રેસને સમર્પિત હતું, પદ્મ વિભૂષણથી થશે સન્માનિત

આ પણ વાંચો : ધોરણ 1થી 8ની સ્કૂલો શરૂ કરવા અંગે શું કહ્યું જીતુ વાઘાણીએ? જાણો સરકારની શું છે યોજના?

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati