Kheda: યાત્રાધામ ડાકોરમાં દશેરાની ઉજવણી, ભગવાનની ‘રક્ષા’ છોડવામાં આવી, જુઓ Video
ખેડામાં આવેલા પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરાઇ. સાથે જ ભગવાનની 'રક્ષા' પણ છોડવામાં આવી. વિજયા દશમીના (Vijaya Dashmi 2023) પર્વને લઇને ડાકોર મંદિરમાં સોનાના ઢાલ, તલવાર, કટારી અને ધનુષ્ય બાણની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજાપણ કરવામાં આવી હતી. તેમજ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. વિજયાદશમીના પર્વ નિમિત્તે રામચંદ્રનું સ્વરૂપ ધારણ કરીને સોનાના આભૂષણોથી ઠાકોરજીને સજ્જ કરાયા હતા.
Kheda : ખેડામાં આવેલા પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરાઇ. સાથે જ ભગવાનની ‘રક્ષા’ પણ છોડવામાં આવી. વિજયા દશમીના (Vijaya Dashmi 2023) પર્વને લઇને ડાકોર મંદિરમાં સોનાના ઢાલ, તલવાર, કટારી અને ધનુષ્ય બાણની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજાપણ કરવામાં આવી હતી. તેમજ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો- Rajkot Breaking News : ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 20 થી વધારે લોકોના હાર્ટ એટેકથી મોત
વિજયાદશમીના પર્વ નિમિત્તે રામચંદ્રનું સ્વરૂપ ધારણ કરીને સોનાના આભૂષણોથી ઠાકોરજીને સજ્જ કરાયા હતા. જે પછી ભગવાન પોતાની કલાઇ પર બાંધેલી રાખડી છોડવા મોતીબાગ પહોંચ્યા હતા. ઘોડા, મેના, પાલખી અને વાજિંત્રો સાથે મંડળીઓ પણ ઉપસ્થિત રહી હતી.
ઢોલક અને બંસરી વાદકો સાથે ઠાકોરજીની સવારી મોતીબાગ પહોચી હતી. જ્યાં સમડાના ઝાડ નીચે ભગવાનને સોનાની ખુરસીમાં બિરાજમાન કરાવી તેમની પૂજા કરીને રક્ષા છોડવામાં આવી હતી. જે બાદ લાલજી સ્વરૂપ શોભાયાત્રા નીજમંદિરે પરત ફરી હતી. તો રાજાધિરાજ ભગવાનને નિહાળવા ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતુ.
ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
