Kheda : કુવૈતમાં કપડવંજના યુવકને અપાઇ ફાંસી ! વતનમાં કરાઈ દફનવિધિ, જુઓ Video

| Edited By: | Updated on: May 01, 2025 | 3:58 PM

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહીશ મુસ્તકીમ મહંમદભાઈ ભઠીયારાને ગયા શનિવાર, તારીખ 28 એપ્રિલ 2025ના રોજ મધ્યપૂર્વ દેશ કુવૈતમાં ફાંસી આપવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેઓ એક વ્હોરા જ્ઞાતિના કુવૈતી પરિવારના ઘરે રસોઈનો કામ કરતાં અને તેમણે પોતાની શેઠાણીની હત્યા કરી હતી.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રહીશ મુસ્તકીમ મહંમદભાઈ ભઠીયારાને ગયા શનિવાર, તારીખ 28 એપ્રિલ 2025ના રોજ મધ્યપૂર્વ દેશ કુવૈતમાં ફાંસી આપવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેઓ એક વ્હોરા જ્ઞાતિના કુવૈતી પરિવારના ઘરે રસોઈનો કામ કરતાં અને તેમણે પોતાની શેઠાણીની હત્યા કરી હતી. આરોપ ગંભીર હોવાથી સ્થાનિક કાયદા હેઠળ તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી.

મૃતદેહ 29 એપ્રિલની વહેલી સવારે વિદેશી કાર્યવાહી પૂર્ણ થયા બાદ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેમને તેમના વતન કપડવંજ ખાતે પરિવારમાં પહોચાડવામાં આવ્યા હતા. પરિવારજનો અને સમાજના લોકોની હાજરીમાં કપડવંજમાં ખૂબ જ ભાવુક માહોલ વચ્ચે વહેલી સવારે દફનવિધિ કરવામાં આવી હતી.

ગુજરાતી યુવકને કુવૈતમાં આપી ફાંસી !

મુસ્તકીમભાઈના મૃત્યુ બાદ સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રત્યક્ષદર્શીઓ અને કુટુંબના સભ્યોએ જણાવ્યું કે તેઓ વર્ષોથી વિદેશમાં કમાણી કરીને પરિવારને સારું જીવન આપવા પ્રયાસ કરતાં હતાં. પરંતુ શેઠાણીની હત્યા કરી હોવાનો આરોપ લાગતા તેમને ફાંસી આપવામાં આવી હતી.

અધિકૃત રીતે કોઈ રાજદૂતાવાસે આ મામલે જાહેર નિવેદન આપ્યું નથી. પરંતુ મળતી માહિતી અનુસાર તેમના કેસમાં ન્યાયી પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને પરિવારને પણ અંતિમ કાર્યો માટે સહાય આપવામાં આવી હતી. આ ઘટના ગુજરાતના અનેક પરિવારો માટે ચેતવણીરૂપ બની છે કે વિદેશમાં કામ કરતા શ્રમિકો સ્થાનિક કાયદાઓનું કડકપણે પાલન કરે અને યોગ્ય કાનૂની માર્ગદર્શન લે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો