MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, બે જગ્યાએ આકરા તેવરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો

|

Jul 12, 2024 | 8:57 PM

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર આકરા તેવરમાં જોવા મળ્યા છે. ધારાસભ્ય અમૃતજી પહેલા શિહારી રાધનપુર હાઈવે પરના ટોલ કર્મચારીઓના પગારના વિલંબને લઈ હલ્લાબોલ કરવાની ચિમકી આપી હતી. ત્યાર બાદ કાંકરેજમાં સંકલનની બેઠકમાં ધારાસભ્ય આકરા તેવરમાં જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર આકરા તેવરમાં જોવા મળ્યા છે. ધારાસભ્ય અમૃતજી પહેલા શિહારી રાધનપુર હાઈવે પરના ટોલ કર્મચારીઓના પગારના વિલંબને લઈ હલ્લાબોલ કરવાની ચિમકી આપી હતી. ત્યાર બાદ કાંકરેજમાં સંકલનની બેઠકમાં ધારાસભ્ય આકરા તેવરમાં જોવા મળ્યા હતા.

શાળા પ્રવેશોત્સવમાં નહીં બોલવવાને લઈ અધિકારીઓની સામે આકરા તેવર ધારાસભ્યએ બતાવ્યા હતા. તેઓને કેમ નહીં બોલાવ્યા એવા સવાલો કરતા અધિકારીઓએ ઉપરથી આયોજન આવતું હોવાનું બતાવ્યું હતુ. જેને લઈ ભડકેલા ધારાસભ્ય દ્વારા અધિકારીઓને સરકારના એજન્ટ ગણાવ્યા હતા.

 

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video