કલોલમાં કરોડોની રાખ પછી જાગ્યું તંત્ર! મામલતદારે પકડ્યો 11 લાખનો ઓઈલનો જથ્થો, માલિક વિરુદ્ધ ગાળિયો કસાયો – જુઓ Video

| Edited By: | Updated on: Mar 21, 2026 | 7:21 PM

કલોલમાં તાજેતરમાં લાગેલી આગની ઘટના બાદ સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. તપાસ દરમિયાન મામલતદારની ટીમને એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 11 લાખ રૂપિયાનો ઓઈલનો જથ્થો મળી આવ્યો છે.

ગાંધીનગરના કલોલમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ઓઈલના કાળાબજારનો મામલતદારની ટીમે પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર, કલોલના એક રહેણાંક મકાનમાં ગોડાઉન માલિક દ્વારા મોટાપાયે ઓઈલની સંગ્રહખોરી કરવામાં આવી રહી હતી.

જણાવી દઈએ કે, કલોલમાં એક દિવસ પહેલા જ ‘ઓટો હાઉસ’ ઓઈલના ગોડાઉનમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં કરોડોનો ઓઈલ, ગ્રીસ અને ટાયરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ એટલી ભયાનક હતી કે, તંત્ર દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવો પડ્યો હતો.

આ દુર્ઘટના બાદ કલોલ મામલતદારની ટીમે તપાસ તેજ કરી બાતમીના આધારે એક રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા, જ્યાં ગોડાઉન માલિકે ગેરકાયદેસર રીતે છુપાવેલો રૂ. 11 લાખની કિંમતનો ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો છે.

રહેણાંક વિસ્તારમાં જોખમી રીતે રાખવામાં આવેલા આ ઓઈલના બેરલો જપ્ત કરી મામલતદારે માલિક વિરુદ્ધ કડક તપાસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં આવી જોખમી સંગ્રહખોરી પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Breaking News: સિવિલ હોસ્પિટલમાં 17 દિવસનો ‘કાળો ખેલ’… લીકર પરમિટના 1.80 લાખ સગેવગે કરનારા 3 કર્મચારીઓ ઝડપાયા – જુઓ Video

Follow Us