Ahmedabad : સાણંદનાં કલાણા ગામે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોરનો હુંકાર,લઘુમતી સમાજનાં લોકો તરફથી ઠાકોર સમાજને કનડગતનો આરોપ, જુઓ Video
અમદાવાદના સાણંદના કલાણા ગામે અવારનવાર જૂથ અથડામણના પગલે હવે અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા છે. બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણની ઘટના બનતી હોય છે. લઘુમતી સમાજના લોકો તરફથી ઠાકોર સમાજને કનડગતનો આરોપ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદના સાણંદના કલાણા ગામે અવારનવાર જૂથ અથડામણના પગલે હવે અલ્પેશ ઠાકોર મેદાનમાં આવ્યા છે. બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણની ઘટના બનતી હોય છે. લઘુમતી સમાજના લોકો તરફથી ઠાકોર સમાજને કનડગતનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી ઠાકોર અને સાધુ સમાજને પરેશાની વધી છે. અલ્પેશ ઠાકોરે પોલીસને અપીલ કરી છે. અસામાજીક તત્વો સામે કડક હાથે કાર્વાહી કરવા માટે અપીલ કરી છે.
અલ્પેશ ઠાકોરે પોલીસને કરી અપીલ
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સાધુ સમાજના લોકો પર હુમલાની ઘટના બની હતી અને ઠાકોર સમાજના લોકોએ મદદ કરતા એમને પણ નિશાને લેવામાં આવ્યોનો આરોપ છે. લઘુમતી સમાજના લોકો શેરીઓમાં આવતી મહિલાઓની હાજરીમાં અપશબ્દો બોલે છે. યુવકને ચાંદલો કરવા બાબતે અને લગ્નમાં વરઘોડો કાઢવા બાબતે પણ પરેશાન કરતા હોવાનો આરોપ છે. ત્યારે હવે અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સમાજને સંબોધતા કહ્યુ કે, આ બધા પોતાના મનમાં શું સમજે છે કે આ બધા નોંધારા છે. રાતના પણ જો કોઈ હેરાન કરે તો મને ફોન કરજો હું અડધો કલાકમાં આવી જઇશ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
