Rain News : સિદ્ધપુર પંથકમાં આભ ફાટ્યું ! એક જ દિવસમાં કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો, જુઓ Video

Rain News : સિદ્ધપુર પંથકમાં આભ ફાટ્યું ! એક જ દિવસમાં કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 27, 2025 | 11:00 AM

પાટણના સિદ્ધપુરના કાકોશી ગામમાં ભારે વરસાદ વરસતા ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થયુ છે. ભારે વરસાદથી એક દિવસમાં તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘૂસ્યા છે.

ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે સિદ્ધપુર પંથકમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી. સિદ્ધપુરના ખડીયાસણ પાસે પસાર થતી ઉમરદસી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના ટોળા નદીમાં વહેતા પાણી જોવા માટે ઉમટ્યા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાતા સિધ્ધપુર વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.

કાકોશી ગામમાં તળાવ ઓવરફ્લો થયું

પાટણના સિદ્ધપુરના કાકોશી ગામમાં ભારે વરસાદ વરસતા ગામમાં આવેલું તળાવ ઓવરફ્લો થયુ છે. ભારે વરસાદથી એક દિવસમાં તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં ગામમાં પાણી ઘૂસ્યા છે. ગામના મોટા ભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. મળતી માહિતી અનુસાર તળાવ ઓવરફ્લો થતાં ગામમાં કમર સુધી પાણી ભરાયા છે.

મામવાડા ગામમાં ગળાડૂબ પાણી ભરાયું

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસતા સિદ્ધપુરના મામવાડા ગામ ડૂબ્યું છે. ગામના લોકો ઘરોમાં ફસાયા હતા. જેના પગલે સ્થાનિકોને ટ્રેકટરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મામવાડા ગામમાં ગળાડૂબ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો