પહલગામ હુમલામાં પતિ- પુત્રને ગુમાવનાર કાજલબેને ઓપરેશન સિંદૂર માટે સેનાનો માન્યો આભાર, કહ્યુ પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દો

પહલગામ હુમલામાં પતિ અને પુત્રને ગુમાવનાર ભાવનગરના કાજલબેન એ ઍરસેનાના ઓપરેશન સિંદૂર વિશે તેમની પ્રતિક્રિયા આપી છે. કાજલબેને જણાવ્યુ કે સેનાની આ કાર્યવાહીથી તેમને ઘણી શાંતિ મળી છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે હું મોદી સાહેબને પ્રાર્થના કરુ છુ કે તેઓ પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દે.

| Edited By: | Updated on: May 07, 2025 | 4:27 PM

પહલગામમાં આતંકી હુમલામાં પતિ યતીશ પરમાર અને પુત્ર સ્મિત ને ગુમાવનારા ભાવનગરના કાજલબેન પરમારે બુધવારે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરી એને સરકાર સમક્ષ પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દેવાની માગ કરી.

ભારતીય વાયુસેનાએ બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા, જેમા જૈશ-એ મોહમ્મદના ગઢ બહાવલપુર અને લશ્કર -એ – તૈયબાના અડ્ડા મુરીદકે સામેલ છે. પહલગામ હુમલામાં પોતાના સ્વજનોને ગુમાવનારા હતભાગી પરિવારોને આજે શાંતિ મળી છે.

“પાકિસ્તાનનો સંપૂર્ણપણે સફાયો થાય તેવી પીએમ મોદીને પ્રાર્થના”

પહલગામ આતંકી હુમલામાં તેના પતિ યતીશ પરમાર અને પુત્ર સ્મિતને ગુમાવનારા ભાવનગરના કાજલબેને સેનાના ઓપરેશન સિંદૂરની ભારોભાર પ્રશંસા કરી અને સરકાર સમક્ષ ત્યાં સુધી કાર્યવાહી શરૂ રાખવાની માગ કરી જ્યા સુધી પાકિસ્તાનનું નામોનિશાન ન મટી જાય.

ભાવનગરમાં tv9 સમક્ષ વાત કરતા કાજલબેન પરમારે જણાવ્યુ કે પાકિસ્તાન પર કરવામામ આવેલા હુમલાથી મને ઘણી શાંતિ થઈ છે. હું સેનાને સલામ કરુ છુ અને હ્રદયના ઉંડાણથી આભાર માનુ છુ. હું પીએમ મોદીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરુ છુ અને ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરુ છુ ભારતને હંમેશા નરેન્દ્ર મોદી જેવા ખરા દેશભક્ત વડાપ્રધાન મળે. હજુ મારી પીએમ મોદી સમક્ષ પ્રાર્થના છે કે આવા અનેક હુમલાઓ કરી પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દે. આ તરફ પોતાના ભાઈ અને પિતાને ગુમાવનારા કાજલબેનના પુત્રએ પણ કહ્યુ કે તેઓ ઈચ્છે છે આતંકવાદનો અને પાકિસ્તાનનો સંપૂર્ણપણે સફાયો થાય.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:04 pm, Wed, 7 May 25