લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે સોયાબિનની બમ્પર આવક

લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે સોયાબિનની બમ્પર આવક

| Edited By: | Updated on: Nov 14, 2026 | 4:56 PM

લાભપાંચમના શુભ દિવસે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની હરાજીનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે સોયાબીનની બમ્પર આવક નોંધાઈ, જેમાં 20 કિલોના રૂ.1725 ભાવ મળ્યા.

દિવાળી બાદ આજથી વેપારીઓએ લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપાર ધંધાની નવા વર્ષમાં શરૂઆત કરી છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ લાભ પાંચમથી નવી જણસીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યાર્ડના સત્તાધિશોએ શ્રીફળ વધેરી હરાજીનો શુભારંભ કર્યો છે. નવા વર્ષ બાદ શરૂ થયેલી હરાજીમાં પ્રથમ દિવસે સોયાબિનની બમ્પર આવક નોંધાઈ છે. એક જ દિવસમાં 15 હજાર કટાની આવક નોંધાઈ છે. 20 કિલો સોયાબિનના રૂ. 1725 ભાવ બોલાયા છે. સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે.

ખરીદી અંગે ખેડૂતોએ જણાવ્યુ કે આ વર્ષે ગત વર્ષ કરતા સારો ભાવ મળી રહ્યો છે અને ઉત્પાદન પણ સારુ થયુ છે. બીજી તરફ તેમનું કહેવુ છે કે આ વર્ષે સારો વરસાદ ન થવાથી શિયાળુ પાકને લઈને કોઈ આશા રાખી શકાય તેવી નથી.

ચાલુ વર્ષે વરસાદ ઓછો થતા શિયાળુ પાક પર તેની અસરો દેખાઈ રહી છે. હાલ ખેડૂતો રવિ પાક લઈ શકશે કે કેમ તેને લઈને ચિંતા વધી છે. પાણીના અભાવને કારણે ખેડૂતોના શિયાળુ પાક પર સંકટ તોળાઈ રહ્યુ છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

“કુંવરજી બાવળિયાએ હવે નિવૃતિ લઈ લેવી જોઈએ”- પ્રવિણ કોળીના નિવેદનથી કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોવાની રાજકીય ચર્ચાઓ તેજ- Video

Published on: Nov 14, 2026 04:56 PM
Follow Us
Loading...
Unable to load recommendations.