Junagadh : માણાવદરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, જુઓ Video

સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક પાણી ગળી ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ. જુનાગઢમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુયકયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 8:01 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જૂનાગઢના માણાવદરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો રાજકોટના ધોરાજીના છત્રાસા ગામમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો. જયારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયો. આ તરફ અમરેલીના સાવરકુંડલાના ઘનશ્યામ નગર, ખોડીયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. બીજી તરફ કચ્છના માંડવીના મોટી ભાડઈમાં તોફાની વરસાદથી ભારે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થતા લોકો થયા પરેશાન થયા છે.

આ પણ વાંચો : રાજ્યભરમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, જુનાગઢમાં કમોસમી વરસાદમાં 15000 કેરીના બોક્સને વ્યાપક નુકસાન

સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક પાણી ગળી ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. માંડવી, સાવર કુંડલા, ધોરાજી, શાઈત વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની આવી જ સ્થિતિ વરસાદની છે. હવે ખમૈયા કરે તેવી ખેડૂતો મેઘરાજાને વિનંતી કરી રહ્યા છે. ખેડૂતો માવઠાની ઘાત કયારે હટશે તેની રાહ જોઇ બેઠા છે. કારણ કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મુશ્કેલીનું માવઠું ખાબક્યું છે. જેમાં માણાવદરમાં એક ઇંચથી વધુ કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી કહેવતો વરસાદ જળબંબાકારની સ્થિતિ લઈને આવતા જગતના તાત સહિત જાહેર જનજીવન પણ ખોરવાયું છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">