AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલામાં મોટો ખુલાસો, તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું, જુઓ વીડિયો

જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલામાં મોટો ખુલાસો, તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2024 | 3:46 PM
Share

જુનાગઢ તોડકાંડમાં ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, SOG પોલીસ એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે.

જૂનાગઢ તોડકાંડ મામલામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.

અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો,ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.

જૂનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રુપિયા માગ્યા હતા. એકાઉન્ડ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના 80 ટકા રકમની માગણી કરી હતી. બેન્ક દ્વારા ATSને ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે.

મહત્વનું છે કે જુનાગઢ તોડકાંડમાં ગુજરાત ATS દ્વારા DIG દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, SOG પોલીસ એ.એમ. ગોહિલ અને ASI દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે. ફરિયાદી દીપક ભંડેરીની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે.

આ પણ વાંચો- રાજકોટ વીડિયો : ગોંડલના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું, લોકોએ વાસણમાં દૂધ ભરવા કરી દોડા -દોડી

આ તોડકાંડમાં હાલ ASI દીપક જાનીની અટકાયત કરાઈ છે જો કે CPI તરલ ભટ્ટ અને SOGના પોલીસ એ.એમ. ગોહિલ હજુ ફરાર છે. ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા હાલ ASI દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમા એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તેને લઈ તપાસ શરૂ કરાઈ છે. ફરિયાદી કાર્તિક ભંડારીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">