Junagadh: ઓસા ઘેડ ગામમાં ઝડપાયુ ગાંજાનું વાવેતર, SOGએ એક શખ્સની કરી ધરપકડ- Video
Junagadh: જુનાગઢના ઓસા ઘેડ ગામમાં ગાંજાનું વાવેતર કરતો એક શખ્સ ઝડપાયો છે. SOGને ઓસા ઘેડ ગામે ગાંજાનું વાવેતર કરાયુ હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે દરોડા કરતા ત્યાંથી 34 ગાંજા છોડ અને 63 ગ્રામ સૂકો ગાંજો મળી આવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
Junagadh: ફરી ઝડપાયું છે ગાંજાનું વાવેતર. જુનાગઢના ઓસા ઘેડ ગામમાં ગાંજાનું વાવેતર કરતો શખ્સ ઝડપાયો છે. SOG પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા ગાંજાના 34 લીલા છોડ અને 630 ગ્રામ સુકો ગાંજો મળી આવ્યો. આધેડે પોતાના ઘરમાં જ ગાંજાનું વાવેતર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ 2002માં હત્યાના કેસમાં જેલની સજા ભોગવી ચુક્યો છે. છેલ્લા 5 વર્ષથી જેલમાંથી છૂટી ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે 1.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Amreli: વનવિભાગના કર્મચારીને ઈન્સ્ટા લાઈવ કરી સિંહ દર્શન કરાવવું ભારે પડ્યુ, કરાયો ફરજ મોકુફ- Video
62 વર્ષિય નરસી ખાખરા નામનો શખ્સ ગાંજાનો વેપાર કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે દરોડા કરતા તેના ઘરેથી 630 ગ્રામ સુકો ગાંજો અને ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Input Credit- VijaySinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
