Junagadh Video: જુનાગઢના માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો Video વાયરલ

Junagadh: જુનાગઢના માંગરોળના દરિયાકિનારે એક દુર્લભ પ્રકારનું દૃશ્ય જોવા મળ્યુ. જેમાં વનરાજા દરિયાના મોજાની મજા માણતા કેમેરામાં કેદ થયા છે. આ સિંહ દરિયાના મોજાનો રીતસરનો જાણે આનંદ લઈ રહ્યો હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. IFS અધિકારીએ ખુદ આ વીડિયોની પુષ્ટિ કરતા જણાવ્યુ છે કે જુનાગઢના વનવિભાગના અધિકારી દ્વારા આ વીડિયો લેવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:58 PM

Junagadh: માણસોને દરિયાકાંઠે મોજ માણતા તમે ખૂબ જોયા હશે પરંતુ આજકાલ હવે સિંહ પણ જાણે રજાઓ ગાળવા દરિયાકાંઠે નીકળી પડ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આવા દ્રશ્યો જવ્વલે જ જોવા મળતા હોય છે, હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જુનાગઢ નજીક અરબી સમુદ્રના કાંઠે આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો હતો. દરિયાકાંઠે એક એશિયાઈટિક સિંહ દરિયાના મોજાની મોજ લૂંટી રહ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને થાય પણ કેમ નહીં કારણ કે લોકોએ અત્યાર સુધી ફક્ત જંગલમાં જ સિંહ જોયો છે. એવું ખૂબ ઓછું જોવા મળે છે જ્યારે જંગલનો રાજા દરિયાકાંઠે આવી ચડે છે.

ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાંએ અને ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટે સિંહની તસવીરો ટ્વીટર પર શેર કરી હતી. જેમાં કેટલાક યુઝર્સે રમુજી કોમેન્ટ્સ કરી હતી. કોઈએ લખ્યું કે- સિંહ પોતાની રૂટીન લાઈફથી કંટાળી ગયો છે. તો કોઈએ લખ્યું કે સિંહ રવિવારની રજા માણી રહ્યો છે, જ્યારે એક યુઝરે લખ્યું હતું કે સિંહ લાંબા વિકેન્ડ માટે બીચ પર ગયો છે, રજા પૂરી થતાં જ તે જંગલમાં પાછો ફરશે. જોકે, ઘણા લોકોને વિશ્વાસ ન હતો કે આ ફોટો અસલી છે. તેમને લાગ્યું કે આ ફોટો નરનિયા ફિલ્મનો સ્ક્રીનશોટ છે. પરંતુ જ્યારે IFS અધિકારીએ કહ્યું કે જૂનાગઢના વન વિભાગના અધિકારી દ્વારા આ વીડિયો લેવાયો છે ત્યારે તેમને વિશ્વાસ આવ્યો હતો.

આ પણ વાંચો: Rajkot: રાજકોટ ટ્રાફિક વિભાગનો નવતર અભિગમ, ટ્રાફિક નિયમોનું પાલન કરનારને “ટ્રાફિક જીનીયસ” કહીને કરાય છે સન્માન

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">