Amreli: વનવિભાગના કર્મચારીને ઈન્સ્ટા લાઈવ કરી સિંહ દર્શન કરાવવું ભારે પડ્યુ, કરાયો ફરજ મોકુફ- Video
Amreli: સિંહોનું ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી ગેરકાયદે સિંહ દર્શન કરાવવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં વનવિભાગનો કર્મચારી જ હોવાનુ સામે આવ્યુ છે. વન વિભાગના કર્મચારીએ ગઈ ઈનસ્ટા લાઈવ કરી સિંહ દર્શન કરાવતા તેને ફરજમોકુફ કરાયો છે.
Amreli: અમરેલી વનવિભાગના કર્મચારીને ગેરકાયદે સિંહ દર્શન કરાવવુ ભારે પડ્યુ છે. વનવિભાગના કર્મચારીએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી સિંહ દર્શન કરાવતા વનવિભાગ હરકતમાં આવ્યુ છે. વનવિભાગના ધનજી ચૌહાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે. જાફરાબાદ રેન્જના બાબરકોટ માઈન્સ વિસ્તારમાં સિંહ દેખાતા ઈન્સ્ટાગ્રામ લાઈવ કરી સિંહ દર્શન કરાવ્યા હતા.
આ પણ વાંચો : Bhavnagar Breaking News : મેડિકલ કોલેજના 95 વિદ્યાર્થીને ડીટેઈન કરાયા, 6 મહીના સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે
રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન વનવિભાગના ધનજી ચૌહાણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરી સિહ દેખાડતા કાર્યવાહી કરવામાં આવી છે. લાઈવ કરનાર વનવિભાગના ધનજી ચૌહાણને ફરજ પરથી દૂર કરાયા છે. જ્યારે અનેય વનમિત્ર સામે કોઈ કાર્યવાહી ન થતા વનવિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો