ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં, જુનાગઢમાં આયોજિત સંમેલનમાં કર્યો હુંકાર, ભાજપની વિરુદ્ધમાં થશે મતદાન- Video

|

May 03, 2024 | 10:37 PM

જુનાગઢમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. ક્ષત્રિય આગેવાનોએ કોંગ્રેસ પાર્ટીને મત આપવાનો હુંકાર કરતા કહ્યુ અહંકારી સરકાની વિરુદ્ધમાં મતદાન કરાશે.

ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં જ છે. તેઓ કોઈ પણ જોગે રૂપાલાને માફી આપવા તૈયાર નથી. રાજ્યમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં પણ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું હતું કે. તેઓ અહંકારી સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે અને સગા-સંબંધીઓને પણ કોંગ્રેસ પાર્ટીને મત આપવા અપીલ કરશે. વધુમાં કહ્યું હતું કે. પાટીદાર સહિત તમામ સમાજ તેમની સાથે છે. જેથી ગુજરાતની દસ સીટો પર ભાજપને અસર થશે.

PM મોદીએ જામ સાહેબ સાથે કરેલી મુલાકાત વિશે ક્ષત્રિયોએ કહ્યું કે વડાપ્રધાન મોદીને જામ સાહેબને મળવા જવું પડ્યું તે અમારી તાકાત છે. જામ સાહેબે પાઘડી પહેરાવી તે વડાપ્રધાન પદનું સન્માન કર્યું છે. વધુમાં કહ્યું કે પીએમ મોદીએ ક્ષત્રિયાણીઓના અપમાન મુદ્દે ખુલ્લીને વાત નથી કરી. આ ક્ષત્રિયોની અસ્મિતાનો પ્રશ્ન છે આનો વળતો જવાબ ચૂંટણીમાં આપીશું

આ પણ વાંચો: આ શું બોલ્યા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ? રાહુલ ‘ભક્તિ’માં, ગાંધીજીનું અપમાન, ભાજપે સાધ્યું કોંગ્રેસ પર નિશાન- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:26 pm, Fri, 3 May 24

Next Video