Junagadh Rain : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તંત્ર સતર્ક, કલેક્ટરે ભવનાથ તળેટી તરફ જવા પર પ્રતિબંધ મુક્યો, જુઓ Video

|

Jul 02, 2024 | 11:19 AM

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાયો છે. ત્યારે તંત્રએ સતર્કતાના પગલે ભવનાથ તળેટી તરફ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Rain Update : જૂનાગઢમાં ભારે વરસાદના પગલે ભવનાથ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢના વંથલી સહિત અનેક વિસ્તારોમાં આવેલા ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તંત્ર સતર્કતના પગલે કલેકટરના આદેશથી સ્મશાનથી આગળ જવા પર પ્રતિબંધ મુકાયો છે. કલેકટરે ભવનાથ તળેટી તરફ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બીજી તરફ હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા આપવામાં આવી છે. આ ઉપરાંત સરકારી સ્ટાફને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video